તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડાક વિભાગ:મહેસાણા જિલ્લામાં 33 પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડ સેન્ટરો ઉપલબ્ધ, પોસ્ટ વિભાગ 'આધાર આપના દ્વારે' યોજના પણ ચલાવે છે

મહેસાણા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાંસદ શારદાબેન પટેલની અધ્યક્ષતામાં જિલ્લાની પોસ્ટ ફોરમ સમિતિની બેઠક મળી

મહેસાણામાં પોસ્ટ ઓફિસની સેવાઓ અને સુવિધાઓ કેવી રીતે સુધારી શકાય તે અંગે સંસાદ શારદાબેન પટેલ અને સમિતિના સભ્યો દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી. જિલ્લામાં 33 પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડ સેન્ટરો ઉપલબ્ધ છે. તેમજ કોઈ પણ જગ્યાએ 30થી વધારે આધાર કાર્ડ કઢાવવા હોય તો પોસ્ટ વિભાગને લેખીતમાં જાણ કરી ઓપરેટર જેતે સ્થળે જઈ સેવા આપશે તેવું બેઠકમાં પોસ્ટ વિભાગ દ્વારા જાહેર કરાયુ હતું.

મહેસાણા મુખ્ય પોસ્ટ ઓફિસમાં પાસપોર્ટ કેન્દ્ર પણ ચલાવવામાં આવે છે જેથી અરજદારોને ખાસકરીને વડીલો અને બાળકોને અમદાવાદના ધક્કા ખાવા ના પડે. પોસ્ટ વિભાગ દ્વારા આધાર કાર્ડ સેન્ટરની પણ સેવાઓ આપવામાં આવે છે. મહેસાણા જિલ્લામાં 33 પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડ સેન્ટરો આવેલા છે. આ ઉપરાંત પોસ્ટ વિભાગ દ્વારા 'આધાર આપના દ્વારે' યોજના પણ ચલાવે છે.

આ યોજના મુજબ કોઈ પણ જગ્યાએ 30થી વધારે આધાર કાર્ડ કઢાવવાના હોય કે સુધારો કરવાનો હોય તો પોસ્ટ વિભાગને લેખીતમાં જાણ કરવાથી તેઓ આધાર કાર્ડ માટે ઓપરેટરને આપણી જગ્યાએ મોકલીને સેવા આપશે. આવી તો અનેક સેવાઓ પોસ્ટ વિભાગ પૂરી પડે છે. તો સરળતાથી પ્રજાજનો ને દરેક સેવાઓનો લાભ મળે તે માટે પોસ્ટ વિભાગના અધિકારીઓને જરૂરી સુચના આપવામાં આવી હતી. આ બેઠકમાં અધિક્ષક પોસ્ટ માસ્તર, મહેસાણા પોસ્ટ માસ્તર અને પોસ્ટ ફોરમ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

સાંસદ શારદાબેન પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારમાં તત્કાલીન સંચારમંત્રી રવિ શંકર પ્રસાદ અને મનોજ સિન્હા દ્વારા જુલાઈ 2016માં પોસ્ટ દ્વારા પવીત્ર ગંગા જળને નજીવા દરે ઘર આંગણે પહોંચાડવા માટેની સેવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આજે પોસ્ટ વિભાગ દ્વારા દેશની મોટા ભાગની પોસ્ટ ઓફિસ દ્વારા ગંગાજળની સેવા આપવામાં આવે છે.

પોસ્ટ વિભાગ છેલ્લા 150 વર્ષથી દેશના ખૂણે ખૂણે સેવા આપે છે. નરેન્દ્ર મોદીએ જરૂરિયાત મંદ લોકોને ઘર આંગણે વિવિધ સેવાઓનો લાભ મળે તે માટે પોસ્ટ વિભાગનો સહયોગ લેવાનું શરુ કર્યું હતું. શુકન્યા સમૃદ્ધી યોજના હોય કે વિધવા સહાય, વૃદ્ધ પેન્શન કે દિવ્યાંગ પેન્શન. આ દરેક યોજના માટે શરૂઆતમાં પોસ્ટમાં ખાતું હોવું જરૂરી હતું. તેનું એક માત્ર કારણ પોસ્ટ ઓફિસ દરેક ગામડાઓમાં આવેલી હોય તેથી આ લાભાર્થીઓને દુર જવું ના પડે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દુરંદેશી દષ્ટિ ને કારણે આજે પોસ્ટ વિભાગ દ્વારા વધુને વધુ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. વર્ષોથી પોસ્ટ વિભાગ નાની બચત, કિસાન વિકાસ પત્ર, પોસ્ટ જીવન વીમો, રીકરીંગ ડીપોઝીટ, ફિક્ષ ડીપોઝીટ (FD), મંથલી ઇન્કમ સ્કીમ (MIS), સીનીયર સિટીઝન બચત યોજના, PPF, રાષ્ટ્રીય બચત પત્ર અને હવે પોસ્ટલ બેન્કિંગ સેવા જેવી સુવિધાઓ પણ પોસ્ટ ઓફિસમાં મળે છે.

અન્ય સમાચારો પણ છે...