કાર્યવાહી:મહેસાણાના નીચા ભાટવાડામાં રાત્રે યુવકે બાઈક સળગાવી માર્યું

મહેસાણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાઈક ​​​​​​​માલિકે​​​​​​​ યુવક અને તેના પિતા સામે અરજી આપતાં પોલીસે અટકાયત કરી

મહેસાણા શહેરમાં ઉંચી શેરી પાસે નીચા ભાટવાડા વિસ્તારમાં મોડી રાત્રે એક યુવકે બાઈક સળગાવી દીધું હતું. બાઈક માલિકે એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે પિતા-પુત્રની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. મહેસાણાના નીચા ભાટવાડામાં રહેતા હિતેશ કાલીચરણ ગુપ્તાનું બાઈક સોમવારે રાત્રે મકાન બહાર પડ્યું હતું, ત્યારે 1-30 વાગે તેમના પાડોશીએ બાઈક સળગ્યું હોવાની જાણ કરી હતી.

પાણી છાંટી આગ ઓલવીને ઘરના સીસીટીવી ચેક કરતાં સુથારના માઢની સામે રહેતો ટીનો દશરથભાઈ બારોટ હોવાનું જણાયું હતું. તેથી હિતેશ ગુપ્તાએ તેના પિતાને જાણ કરતાં જે થાય તે કરી લોની ધમકી આપી હતી. તેથી હિતેશ ગુપ્તાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પોલીસે અરજી લઈ પિતા-પુત્રની અટકાયત કરી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...