તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે લાવેલા યુવકે ઝેરી દવા પીતાં મોત

મહેસાણા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એસપીએ ઘટનાની તપાસ વિસનગર ડીવાયએસપી એ.બી. વાળંદને સોંપી

વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગઢા ગામના યુવકે ઝેરી દવા પીતાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ મામલાની તપાસ એસપી ડો. પાર્થરાજસિંહ ગોહિલે વિસનગર ડીવાયએસપી એ.બી. વાળંદને સોંપી છે. મૃતક કોઈ યુવતી સાથે ભાગી ગયો હોવાથી પોલીસ પૂછપરછ માટે લાવી હતી ત્યારે તેણે પોલીસ સ્ટેશનમાં ઝેરી દવા પીધી હતી.ગઢા ગામના ઠાકોર જીજ્ઞેશજી દિપાજીને યુવતી સાથે ભાગી જવાના કેસમાં વિસનગર તાલુકા પોલીસ 11 જુલાઈના રોજ શંકાસ્પદ હાલતમાં પૂછપરછ માટે લાવી હતી.

દરમિયાન સોમવારે પોલીસ સ્ટેશનમાં જ અગમ્ય કારણોસર તેણે ઝેરી દવા પી લેતાં સારવાર અર્થે મહેસાણા સિવિલ અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં મંગળવારે તેનું મોત થયું હતું. આ ઘટના મામલે એસપી ગોહિલે ડીવાયએસપી એ.બી. વાળંદને તપાસ સોંપી છે. યુવકના મોત બાબતે પરિવારજનો સહિતનાં નિવેદન લઈ તપાસ અહેવાલ કરવા એસપીએ આદેશ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, યુવક સામે યુવતીને ભગાડી જવા અંગે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...