તપાસ:વડનગરના સાયન્સ કોલેજ રોડ પર કારે એક્ટીવાને ટક્કર મારતા યુવતીનું મોત

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડનગર પોલીસે કારચાલક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી

વડનગરના સાયન્સ કોલેજ રોડ ઉપર કારે એક્ટીવાને ટક્કર મારતાં વડનગરની યુવતીનું મોત નિપજ્યુ હતુ. કોલેજથી ઘરે આવતી વખતે રોડ ઉપર ઉભા હતા તે દરમિયાન કારે એક્ટીવાને ટક્કર મારી હતી. વડનગર પોલીસે કારચાલક સામે ગુનો નોંધાયો છે.

વડનગરની શિવાની સોમપુરા પોલીટેકનીક કોલેજમાં ભણતી હોવાથી તેણીને તેના કાકાનો દીકરો એક્ટીવા લઈને લેવા આવ્યો હતો. ઘેર જતી વખતે તેણીના કાકાનો દીકરો સુધીર સોમપુરા એક્ટીવા રોડ ઉપર ઉભુ રાખીને લઘુશંકા કરવા ગયો હતો તે સમયે શિવાની એક્ટીવા પાસે ઉભી હતી. આ સમયે જીજે-01 એચએસ-5983 નંબરની વેગન આર કારે એક્ટીવાને ટક્કર મારતા શિવાની રોડ ઉપર પટકાઈ હતી. તેથી 108 દ્વારા શિવાનીને વડનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. તેથી વડનગર પોલીસે જીજે-01 એચએસ-5983 નંબરની વેગેનારના ચાલક સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...