આપઘાત:મહેસાણા અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતી યુવતીએ આત્મહત્યા કરી

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોલીસે મૃતકનું પીએમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી

મહેસાણાના અર્બન હેલ્થ સેન્ટરમાં ફિમેલ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતી 27 વર્ષીય યુવતીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે મૃતકનું પીએમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.મંગળવારના રોજ કોન્ટ્રાક્ટર યુવાને કરેલી આત્માહત્યાનો બનાવ હજુ તાજો છે ત્યાં શહેરની જીઇબી કચેરીની સામે આવેલા શુભમ ફ્લેટમાં રહેતી અને શહેરના અર્બન હેલ્થ સેન્ટરમાં ફિમેલ હેલ્થ વર્કર તરીકેની ફરજ બજાવતી પૂરીબેન વક્તાભાઈ ચૌધરી નામની 27 વર્ષીય યુવતીઓ બુધવાર ન પોલીસે મૃતકનું પીએમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી રોજ પોતાના ફ્લેટમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી હતી.

આરોગ્ય વિભાગની મહિલા કર્મચારી હોવાથી પોલીસની સાથે આરોગ્ય વિભાગ પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો એ ડિવિઝન પોલીસે મૃતકનું પીએમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ મૂળ બનાસકાંઠાની અને છેલ્લા ઘણા સમયથી મહેસાણા રહેતી યુવતીએ કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હોવાનું પોલીસ કહી રહી છે.

અન્ય સમાચારો પણ છે...