ત્રાસ:ઊંડણી ગામની યુવતીને દીકરી જન્મતાં સાસરિયાંએ કાઢી મૂકી

મહેસાણા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3 વર્ષથી પિયરમાં રહેલી યુવતીને તેડી નહીં જતાં પતિ, સાસુ, સસરા, બે દિયર સામે ફરિયાદ નોંધાવી

વડનગર તાલુકાના ઊંડણી ગામની યુવતીને દીકરી જન્મતાં મહેણાં મારી તેમજ ગાડી માટે રૂ.3 લાખ દહેજ નહીં લાવતાં કાઢી મૂકી હતી. 3 વર્ષથી પિયરમાં રહેલી યુવતીને સાસરિયાં તેડી નહીં જતાં વડનગર પોલીસમાં પતિ, સાસુ, સસરા અને બે દિયર સામે ફરિયાદ નોંધાઈ હતી.

મૂળ ઊંડણીના અને હાલ મહેસાણાની હેડ પોસ્ટ ઓફિસ પાસે ધરતીપાર્ક સોસાયટીમાં રહેતાં સોનલબેન પરસોત્તમભાઈ પરમારનાં 2013માં મૂળ ખેરાલુ તાલુકાના ડભાડના અને હાલ અમદાવાદના ચાંદખેડામાં રહેતા અશોક ગોવિંદભાઈ પરમાર સાથે લગ્ન થયાં હતાં.લગ્ન જીવન દરમિયાન દીકરી જન્મતાં સાસુ, સસરા, પતિ અને દિયર દ્વારા મ્હેણાં મારી માનસિક ત્રાસ આપતાં હતા.તેમજ પતિ ગાડી લાવવા રૂ.3 લાખ માગણી કરતા હતા.સોનલબેનને 3 વર્ષ અગાઉ મારઝૂડ કરી દીકરી સાથે ઘરમાંથી કાઢી મૂકી હતી. ત્યાર બાદ સાસરિયાં તેડી ન જતાં તેણીએ વડનગર પોલીસ મથકમાં પતિ અશોક પરમાર, સસરા ગોવિંદભાઈ રામજીભાઈ પરમાર, સાસુ રમીલાબેન, દિયર ચંદ્રેશ અને ભાવેશ સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...