તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મજબૂરીનો ગેરલાભ:રાજસ્થાનની યુવતીને કામ અપાવવાના નામે ગુજરાત લાવી દોઢ લાખમાં વેંચી દેવાઈ, યુવતીને 14 દિવસ ગોંધી રાખી દુષ્કર્મ ગુજારાયું

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમગ્ર મામલે 5 મહિલા સહિત 11 શકશો સામે ફરિયાદ
  • મહેસાણા પોલીસે 3 આરોપીની અટકાયત કરી, 181 અભયમની મદદથી મુક્ત પીડિતાનું મેડિકલ કરાવાયું
  • પિતાની જાણ બહાર બનેવીએ 1.50 લાખમાં વેચેલી યુવતી પર 15 દિવસ દુષ્કર્મ આચરાયું

મહેસાણામાં ગુન્હાખોરી જે રીતે દિન પ્રતિદિન વધી રહી છે ત્યાં આંતરરાજ્ય માનવ અત્યાચારનો કિસ્સો પણ મહેસાણા થી સામે આવ્યો છે. મહેસાણામાં આવેલ અમરાપુરા વિસ્તારમાંથી એક 18 વર્ષીય રાજસ્થાની યુવતીને મજૂરી કામ અપાવવાનું કહી 6 શખ્સોએ યુવતીને મહેસાણા લાવી 1.50 લાખમાં સોદો કરી વેચી મારતા યુવતીને ખરીદનારઓ દ્વારા યુવતીને ઘરકામ અને મજૂરી કામ કરાવી તેની પાસે રહેલ મોબાઈલ, ઘરેણાં લૂંટી લઈ 14 દિવસ સુધી ગોંધી રાખી હતી.

આ સમયે એક ઇશમે આ યુવતીની મજબૂરીનો ફાયદો ઉઠાવી તેના સાથે દુષ્કર્મ આચરેલ હોવાનો ખુલાસો થયો છે.જોકે યુવતીને મોકો મળતા હેલ્પ લાઈનનો સંપર્ક કરી અસામાજિક તત્વો થી પોતાનો પીછો છોડાવેલ છે.

યુવતીએ પોતાની આપવીતી જણાવી 14 શકશો સામે નોંધાવી ફરિયાદરાજસ્થાનથી 10 જૂને મજૂરી કામ અપાવવાના બહાને એક 18 વર્ષીય યુવતીને મહેસાણા લાવી 2 મહિલા અને 4 પુરુષ એમ કુલ 6 શખ્સોએ તેને મહેસાણાના અમરાપુરામાં રહેતા ઠાકોર બાબુજીના પરિવારને 1.50 લાખમાં વેચી નાખી હતી જ્યાં બાબજીના પરિવારે આ યુવતી પર ઘરકામ અને મજૂરી કામ કરવાના અત્યાચાર સાથે સાથે યુવતી પાસે રહેલ ઘરેણાં અને મોબાઈલ સહિતની માલમત્તા લૂંટી લઈ બાબુજીના પુત્ર વિજયે યુવતી સાથે દુષ્કર્મ આચરી 14 દિવસ સુધી ગોંધી રાખી હતી.

યુવતીએ મોકો મળતા હેલ્પ લાઈનનો સંપર્ક કરતા પોલીસે આરોપીઓ થી પીછો છોડાવી યુવતીને સખીવન સ્ટોપમાં રાખી તેના પરિવારને જાણ કરતા અંતે પરિવારે યુવતીના પડખે રહી પોલીસ ફરિયાદ અપાવતા મહેસાણા એ.ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર બનવા મામલે 5 મહિલા મળી કુલ 11 શકશો સામે IPC કલમ 364, 376 (2)(n), 344, 392, 120(b) અને એટ્રોસીટી અંતર્ગત ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તો હાલમાં મળતી માહિતી મુજબ મહેસાણા dyspને આ મામલે તપાસ કરતા ફરિયાદમાં સામે 5 શકશો ને હસ્તગત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ 11 શખ્સો સામે યુવતીએ નોંધાવી પોલીસ ફરિયાદ
મીણા કરણ શંકર (રહે.વિલક,જિ.ઉદેપુર) , જીતુ , રમેશ,મંગીબેન ભીખાભાઇ રાવળ , ચાૈહાણ રણજીતસિંહ જગતસિંહ , સીતાબેન રણજીતસિંહ (ત્રણેય રહે.ઓજણા, તા.તલોદ, જિ.સાબરકાંઠા), ઠાકોર બાબુજી રાજાજી , વિજયજી બાબુજી , શારદાબેન બાબુજી , કૈલાસબેન બાબુજી , ચંદ્રિકાબેન બાબુજી (રહે.અમરપુરા, મહેસાણા)

યુવતીના પહેલાં શબ્દો હતા, મુઝે ઘર જાના હૈ..
સખી વન સ્ટોપ સેન્ટરનાં સંચાલિકા પુષ્પાબેન ચાૈહાણે જણાવ્યું કે, ભોગ બનનાર યુવતી જ્યારે સેન્ટર પર આવી ત્યારે ડરી ગઇ હતી. કંઇપણ બોલવામાં અસમર્થ યુવતી મને ભેટી પડી હતી અને માત્ર એટલું જ કહેતી હતી કે, મુઝે ઘર જાના હૈ... મુઝે ઘર જાને દો.. કાઉન્સેલિંગ દરમિયાન એક શખ્સ બાઇક લઇને આવ્યો ત્યારે યુવતી મુઝે ઇસકે સાથ મત ભેજના એ લોગ મુઝે માર દેંગે.. એટલું બોલી ધ્રૂસ્કેથી રડી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...