તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:ઝઘડાના સમાધાન માટે ગયેલા યુવકને છરીના બે ઘા ઝીંકી દીધા, વિજાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો

મહેસાણા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિજાપુર શહેરની ટીબી ચોકડીથી વિસનગર રોડ પર આવેલી સોસાયટી પાસે ભેગા થયા હતા

વિજાપુરના ટીબી રોડ પર અગાઉ થયેલા ઝઘડાના સમાધાન માટે ગયેલા યુવાન પર છરી વડે હુમલો થતાં હંગામો મચી ગયો હતો. ઇજાગ્રસ્તે વિજાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.વિજાપુરના નીમાનઅલી મહેકીબઅલી સૈયદને અગાઉ મોહમદ સદાફ ઉર્ફે સદામ ગુલામ હસ્તગીર ઉર્ફે કાલુમીયા સાથે અગાઉ ઝઘડો થયો હોઇ તેઓ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો.

આ સંજોગોમાં મોહમદ સદાફે અગાઉના ઝઘડા બાબતે સમાધાન સારુ બેસવા નીમાનઅલીને ફોન કરીને કર્ણાવતી સોસાયટી આગળ બોલાવ્યો હતો. તેઓ વચ્ચે સમાધાન સમયે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે મોહમદ સદાફે ઉશ્કેરાઇ અપશબ્દો બોલી ખિસ્સામાંથી છરી કાઢી હુમલો કરતાં નીમાનઅલીને હાથ અને ડાબા પડખે ઇજા થઇ હતી. જ્યાં જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયેલા મોહમદ સૈયદની સામે નીમાનઅલીએ વિજાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો