દર્શન કરવા નીકળેલો યુવક મોતને ભેટ્યો:ડાંગરવાથી કડા પગપાળા જઇ રહેલા યુવકને ગોઝારીયા નજીક ગાડીએ ટક્કર મારી, યુવક ઘટના સ્થળે મોત

મહેસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક

કડી તાલુકાના ડાંગરવા ગામનો યુવક પોતાના મિત્રો સાથે કડા ખાતે દર્શન કરવા માટે પગપાળા ચાલીને પોતાના ઘરેથી નીકળ્યો હતો.આ દરમિયાન ગોઝારીયા નજીક ગાડી ચાલકે યુવકને ટક્કર મારતા યુવકનું મોત નીપજ્યું હતું સમગ્ર મામલે હાલમાં ગાડી ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે

કડી તાલુકાના ડાંગરવા ગામે રહેતો 24 વર્ષીય ડાભી રોહિત પોતાના મિત્રો સાથે કડાં માતાજીના દર્શન કરવા પોતાના ગામથી પગપાળા નીકળ્યો હતો.ત્યારે ચરાડું થી ગોઝારીયા તરફ જતા રોડ પર જોગણીમાતાના મંદિર નજીક ગોઝારીયા રોડ પર યુવકો પગપાળા ચાલી રહ્યા હતા એ દરમિયાન પાછળ થી એક સફેદ વાનના ચાલકે રોહિત ડાભી ને ટક્કર મારતા તે રોડ પર પટકાયો હતો

અકસ્માતમાં યુવકના માથાના ભાગે અને કાનમાં લોહી નીકળતા અને ગંભીર ઈજાઓ થતા તેને ગોઝારીયા સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો જ્યાં ડોકટર મૃત જાહેર કર્યો હતો.સમગ્ર મામલે મિત્રોએ ઘટનાની જાણ મૃતકના પરિવાર જનોને કરતા તેઓ પણ ગોઝારીયા દોડી આવ્યા હતા અને મૃતક યુવકને જોઇ શોકમય બન્યા હતા હાલમાં સમગ્ર મામલે અજાણ્યા ગાડી ચાલક વિરુદ્ધ લાઘનજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે

અન્ય સમાચારો પણ છે...