માવા મુદ્દે મારામારી:મહેસાણા તાલુકાના છઠીયારડા ગામમાં મસાલો ખાતી વખતે ચૂનાના છાંટા ઉડતાં યુવકને મારાપીટ

મહેસાણા24 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેસાણાના છઠીયારડામાં મસાલો ખાવા માટે ચૂનાનું પાઉચ તોડતાં ઉડેલા છાંટા બાજુમાં ઉભેલા યુવક પર પડતાં થયેલી માથાકૂટમાં એક યુવકને ગંભીર ઇજા પહોંચી હતી. છઠીયારડા ગામના રોહિતવાસમાં રહેતો જીગ્નેશ કમલેશભાઇ પરમાર તેના મિત્રો સાથે રવિવારે સાંજે આંબલીવાળા આંટામાં આવેલા ખેતરમાં ક્રિકેટ રમવા ગયો હતો.

જ્યાં જીગ્નેશે ચૂનાનું પાઉચ તોડતાં તેના છાંટા ઉડીને બાજુમાં ઉભેલા કિરણ પુનમભાઇ પરમાર નામના યુવક પર પડ્યા હતા. જેને લઇ કિરણ પરમાર જીગ્નેશને અપશબ્દો બોલવા લાગ્યો હતો. આથી અપશબ્દો બોલવાની ના પાડતાં ઉશ્કેરાયેલા કિરણે જીગ્નેશને ગડદાપાટુનો માર માર્યો હતો. તેમજ હાથમાં પહેરલું કડુ જીગ્નેશના નાક ઉપર મારતાં ગંભીર ઇજા થઇ હતી. મહેસાણા તાલુકા પોલીસે હુમલો કરનાર કિરણ સામે ફરિયાદ નોંધી હતી.

અન્ય સમાચારો પણ છે...