મહેસાણા જિલ્લામાં અવારનવાર ચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે થોડા માસ અગાઉ કડી તાલુકામાં બાઈક ચોરીની ઘટનાઓ સામે આવતા પોલીસ બાઈક ચોરને પકડવા કવાયત હાથ ધરી હતી.ત્યારે લાઘણજ પોલીસે બાતમી આધારે બાઈક ચોરી કરનાર તસ્કરને મંડાલી નજીકથી ઝડપી પાડ્યો હતો.આરોપી બાઈકની ચોરી કરી સ્પેરપાર્ટસ અલગ કરી ભંગારમાં વેચી નાખતો હોવાનો ખુલાસો થયો છે.
પોલીસે બાતમીના આધારે આરોપીને ઝડપી પાડ્યો
લાંઘણજ પોલીસને બાતમી મળી હતી કે એક શંકાસ્પદ ઈસમ બાઈક લઈને મંડાલીથી આંબલીયાસણ તરફ જવાનો છે બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી હતી. ત્યાં તસ્કર બાઈક પર આવતા તપાસ દરમિયાન તેણે બાઈક ચોર્યાની કબુલાત કરી હતી.કડી તાલુકામાં આવેલા જાસલપુર ગામનો 27 વર્ષીય વસીમ ખાન અનવર ખાન બ્લોચએ પોલીસ તપાસ દરમિયાન અન્ય બે બાઈક પણ ચોરીના પોતાની પાસે હોવાનું જણાવ્યું હતું તેમજ આ તસ્કર બાઇકો ચોર્યા બાદ મંડાલી હાઇવે પર ઝાડી ઝાંખરામાં છુપાવી દેતો હોવાની હકીકત સામે આવી છે. ત્યારે પોલીસે ઝાડીઓ માંથી પણ ચોરીના બે બાઈક ઝડપ્યા હતા.
બાઈક ચોર્યા બાદ તસ્કર ચેચીસ નંબર ટીંચી નાખતો
કડી તાલુકાના જાસલપુરનો વસીમ ખાન અલગ અલગ સ્થળે બાઈક ચોર્યા બાદ બાઈકના નંબર પ્લેટ કાઢી નાખી બાઈકના એન્જીન અને ચેચીસ નંબર ટીંચી નાખતો હતો. જેથી બાઇકની ઓળખ ન થઈ શકે.
અગાઉ કડી-કલોલમાંથી 7 ટુ વ્હિલરની ચોરી કરી હતી
ઝડપાયેલા બાઈક ચોરે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી. જેમાં તેણે અગાઉ કડી- કલોલ માંથી 7 જેટલા ટુ વ્હિલર ચોરી કર્યા હતા. જેમાં પાંચ માસ અગાઉ કડી આશાપુરા ટ્રેડિંગ પાસે બાઈક ચોર્યું, કડી શાક માર્કેટ નજીક બાઈક ની ચોરી, કડી હનુમાન મંદિર નજીક એક્ટિવાની ચોરી, પાંચ માસ અગાઉ કડી અશ્વમેઘ શોપિંગ નજીકથી બાઇકની ચોરી,છ માસ અગાઉ કડી નેપચ્યુન આરકેડ શોપિંગ નજીક થી બાઈક ચોરી, છ માસ અગાઉ કલોલ શુકન કોમ્પલેક્ષ નજીક પણ બાઈક ચોરીની કબૂલાત કરી હતી.
બાઈક ચોર્યા બાદ સ્પેરપાર્ટ ભંગારમાં વેચી મારતો
કડી- કલોલમાં સાત માસ અગાઉ બાઈક અને એક્ટિવાની કુલ 7 જેટલી ચોરીઓ કરનાર તસ્કર ચોરી કર્યા બાદ તેના સ્પેરપાર્ટ છુટા પાડી ભંગારમાં વેચી મારતો હતો. તેમજ આ આરોપી જૂની ચાવીઓ વડે જે બાઇકને ચાવી લાગે એ બાઈક ચોરી કરી રફુચક્કર થઈ જતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.