તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:ફ્લેટના 7મા માળે અગાસી પર ચડેલો યુવાન નીચે પટકાતાં મોત

મહેસાણા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણાના સોમનાથ રોડ પરની ઘટના

મહેસાણા શહેરના સોમનાથ રોડ પર આવેલા પંડિત દિનદયાળ નગરના બી-ઇ વિભાગમાં રહેતો યુવાન શનિવાર સવારે ફ્લેટના 7મા માળે અગાસી પરથી અગમ્ય કારણોસર નીચે પટકાતાં ગંભીર ઇજાના કારણે મોત નીપજ્યું હતું.

મૂળ પાટણ શહેરના લુખવાડા વિસ્તારના અને બે-એક મહિના પૂર્વે પરિવાર સાથે મહેસાણા રહેવા આવેલો દિવ્ય જયેશભાઇ કટારીયા (18) શનિવાર સવારે ફ્લેટના 7મા માળે અગાસી પરથી અગમ્ય રીતે નીચે પડી ગયો હતો. જેના કારણે ગંભીર ઇજા થતાં મોતને ભેટ્યો હતો. ઘટનાની જાણ થતાં એ ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો લઇ પીએમની કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે પોલીસે અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો