દુર્ઘટના:મહેસાણાના શંકરપુરાના ખાડામાં પડતાં યુવકનું મોત

મહેસાણા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બી ડિવિઝન પોલીસે​​​​​​​ અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો

મહેસાણા શહેરના શંકરપુરા પાસે આવેલા ગંદા પાણીના ખાડામાં ડૂબી જવાથી 35 વર્ષિય યુવકનું મોત થયંુ હતંુ. બી ડિવિઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. મૂળ જોટાણાના મુલ્લાજીપુરાના અને હાલમાં મહેસાણાના શંકરપુરામાં રહેતા ઠાકોર મન્ટુજી ઉર્ફે મોન્ટુજી કુંવરજી (35) બુધવારે સાંજે 7-45 વાગે શંકરપુરા પાસે આવેલા ગંદા પાણીના ખાડામાં પડી ગયા હતા.

તેના મોટાભાઈ કીર્તિજી ઠાકોરે તંત્રને જાણ કરતાં પાલિકાના ફાયર વિભાગે મૃતદેહને શોધવા કવાયત હાથ ધરી હતી. મૃતદેહ કાઢવો સરળ નહી લાગતા ફાયર વિભાગે બોટ લઈને મૃતદેહ બહાર કાઢ્યો હતો. જ્યારે બી ડિવિઝન પોલીસે કીર્તિજીની જાણના આધારે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...