નવીનીકરણનું કામકાજ:આંબલિયાસણ રેલ્વે સ્ટેશન પર વર્ષો જૂના પીપળાનું ઝાડ મંજૂરી વગર જ કાપી નખાયું

આંબલિયાસણ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રેલવેના અધિકારી કહે છે : અમારે કોઈ પણ વૃક્ષ કાપવા માટે મંજૂરી લેવાની ના હોય

મહેસાણાના આંબલિયાસણ સ્ટેશનના રેલ્વે સ્ટેશન પર આવેલ પીપળાના ઝાડને રેલ્વેના અધિકારીઓએ મંજૂરી વગર કાપી નાખ્યુ હતુ. આંબલિયાસણ રેલ્વે સ્ટેશન પર આવેલ પ્લેટફોર્મ ૧ પર રેલ્વે વિભાગ દ્વારા નવીનીકરણનું કામકાજ ચાલી રહ્યું છે, ત્યારે નજીકમાં વર્ષો જૂનું પીપળનું ઝાડ લીલીછમ હાલતમાં હતું જેને રેલ્વે તંત્રના જવાબદાર અધિકાર દ્વારા કોઈ પણ પ્રકારની મંજૂરી વિના કાપી નાખવામાં આવ્યું છે.

જે અંગે ઝાડ કાપવા બાબતે પૂછતા રેલ્વે એસ. એસ.ઇ.વિભાગ અધિકારી જયવર્ધનભાઈ પૂછતાં તેઓએ જણાવ્યુ હતુ કે રેલ્વેને ઝાડ કાપવામાં માટે કોઈ મંજૂરી લેવાની જરૂર નથી અને ઝાડ કાપવાનો ઓર્ડર મે આપ્યો છે તે બીજી તરફ રેલ્વે સ્ટેશનની જવાબદારી જેમની છે તે ઝાડ કાપવાની બાબતથી અજાણ હોય તેમ મને કઈ ખબર નથી તેમ જણાવતા હતા.

તો આ અંગે મહેસાણા મામલતદાર એન.સી.રાજગોર ને પૂછતા તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ વિભાગ હોય તેમણે ઝાડ કાપવા માટે મંજૂરી લેવાની હોય છે તેમજ પીપળા ના ઝાડ કોઇ પણ પ્રકારની મંજૂરી વગર કાપી ના શકાય તો શુ રેલ્વેને અધિકારીને કાયદો લાગુ પડતો નથી ?? તેમજ સરકાર માં જવાબદાર અધિકારી વૃક્ષછેદન ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરાશે કે નહિ તે આવનારો સમય બતાવશે.