તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેલવેને આદેશ:ટ્રેન નીચે બે હાથ ગુમાવનારી મહિલાને 17 વર્ષે રૂ.8.42 લાખ વળતર ચૂકવાયું

મહેસાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મહેસાણા સિવિલ કોર્ટે મહિલાને વળતર ચૂકવવા રેલવેને આદેશ કર્યો હતો
 • એક વર્ષ સુધી ઠાગાઠૈયા કરનાર રેલવેએ સાંસદની રજૂઆત બાદ વળતર ચૂકવ્યું

મહેસાણા શહેરની મહિલાએ ટ્રેન સામે આપઘાત કરતાં બે હાથ કપાયા હોવાની રેલવેની ફરિયાદ સામે 17 વર્ષ સુધી લડેલી મહિલાને આખરે અહીંની સિવિલ કોર્ટે રૂ.8.42 લાખનું વળતર ચૂકવવા આદેશ કર્યો હતો. પરંતુ રેલવે વળતર ચૂકવતું ન હોઇ સાંસદની રજૂઆત બાદ રેલવેએ એક વર્ષ બાદ વળતરની રકમ કોર્ટમાં જમા કરાવતાં મંગળવારે ચેક અપાયો હતો.

રેખાબેન જયંતીભાઇ દંતાણીને 3 ડિસેમ્બર, 2003માં મહેસાણા-વિસનગર રેલ બસની ટક્કર વાગતાં બંને હાથ કપાઇ જતાં સારવાર હેઠળ હતી. જ્યારે રેલવે પોલીસે આપઘાતના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો. મહિલાના વકીલ વિક્રમ વ્યાસે ટ્રેનના ડ્રાઇવરની નિષ્કાળજીને કારણે અકસ્માત થયો હોવાનું 31મી માર્ચ,2005માં સાબિત કર્યું હતું અને વળતરનો કેસ દાખલ કર્યો હતો. જેમાં 30 ડિસેમ્બર,2019ના રોજ બીજા સિનિયર સિવિલ જજ જે.એ. પરમારે રેલવે વિભાગને રૂ. 4.45 લાખ વળતર 6 ટકા વ્યાજ સાથે મંજૂર કરતો હુકમ કર્યો હતો. જોકે, રેલવે વિભાગે વળતર પેટે રૂ.8,42,380 ચૂકવવાના બદલે અપીલનો નિર્ણય લીધો હતો. આથી તેણીએ તેમના વકીલ મારફતે સાંસદ જુગલ લોખંડવાલાને રજૂઆત કરી હતી. સાંસદની મધ્યસ્થીથી રેલવેએ ગત 26 નવેમ્બરે વળતરનો ચેક કોર્ટમાં જમા કરાવ્યો કર્યો હતો. જે મહિલાને મળતાં 17 વર્ષના સંઘર્ષનો અંત આવ્યો હતો.

વકીલ વિક્રમ વ્યાસે કહ્યું કે, મહિલાએ વળતર માટે મહેસાણા કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો.રેલવેએ સિવિલ કોર્ટમાં દાવો દાખલ ન થઇ શકે તેવી કરેલી અરજી કોર્ટે રદ કરતાં તે હાઇકોર્ટમાં ગયા હતા. હાઇકોર્ટે સિવિલ કોર્ટની હકુમત ગણાવી હતી. જેની સામે રેલવેએ સુપ્રિમમાં અરજી કરી, પરંતુ અરજી જ દાખલ કરી ન હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો