શંકા:પતિએ પિયર જવાની ના કહી મારમારતાં ખેરવા ગામની મહિલાએ ફરિયાદ નોંધાવી

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પતિએ પત્નીને ચરિત્રહિન કહીને માર માર્યો

પતિએ પિયર જવાની ના કહેતા મહિલાએ ગુરૂવારે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં પતિ સામે મારઝુડ કરતો હોવાની ફરિયાદ આપતા પોલીસે કાર્યવાહી કરી હતી.જ્યારે પોલીસ સ્ટેશન પહોચેલા પતિએ કહ્યુ કે,પત્ની કેરેક્ટર લુસ છે અને તે બાબતે ઠપકો આપતા ખોટી રીતે ફસાવતી હોવાનુ કહેતા પોલીસ પણ વિસામણમાં મુ઼કાઇ હતી.

ખેરવા ગામની મહિલાએ પિયર જવાનુ કહેતા પતિએ વારંવાર પિયર કેમ જતી રહે છે તેમ કહી ઠપકો આપતા તેઓ વચ્ચે બોલાચાલી થતા મહિલા સીધી તાલુકા પોલીસ સ્ટેશન પહોચી હતી.જેમાં મહિલાએ 15 સપ્ટેમ્બરે પતિએ પિયર જવાની ના કહીને ઢોર મારમાર્યો હોવાની અને પોતાની ઉપર ખોટી શંકા રાખતી હોવાની અરજી આપી હતી.જેમાં પોલીસે તેના પતિની 151 કલમ હેઠળ અટકાયત કરવા કરેલી તજવીજ વચ્ચે પત્નીના કેરેકટરને લઇને તેઓ વચ્ચે બોલાચાલી થતી હતી અને તેને ખોટા મુદ્દા ઊભા કરી પોલીસમાં અરજી કરી હોવાનુ કહીને સમગ્ર મામલે અજાણ હોવાનુ કહેતા પોલીસ પણ મુંજાઇ હતી.જોકે, પોલીસે તેના જામીન લેવા તજવીજ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...