વિદેશી મહિલાનો દેશી અંદાજ:ઊંઝા માર્કેટીંગ યાર્ડની મુલાકાતે આવેલી ગોરી મેમે સૂયા પર હાથ અજમાવી કોથળા સીવ્યા, જુઓ વીડિયો

મહેસાણાએક મહિનો પહેલા
  • માર્કેટ યાર્ડમાં મજૂરી કરતા મજૂરો સાથે કામ કરવાનો અનુભવ મેળવ્યો

ઊંઝા માર્કેટીંગ યાર્ડની એશિયાના સૌથી મોટા જીરા માર્કેટ તરીકે ઓળખાય છે. અહીં માલના ખરીદ વેચાણ માટે મોટી સંખ્યામાં લોકો અવરજવર કરતા હોય છે. વિદેશી લોકો પણ અહીં મહેમાનગતિ માણતા હોય છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક વિદેશી મહિલાનો વીડિયો વાઈરલ થયો છે. જે ઊંઝા માર્કેટીંગ યાર્ડમાં સૂયાથી શણના કોથલા સિવતા નજરે પડી રહી છે. વિદેશી મેમનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

વિદેશી યુવતીએ સ્થાનિક મજૂરો સાથે સૂયા પર હાથ અજમાવ્યો
એશિયાના સૌથી મોટા જીરા માર્કેટ એવા ઊંઝા APMC ખાતે આજે એક વિદેશી યુવતી પોતાના અન્ય મિત્રો સાથે માર્કેટમાં આવી પહોંચી હતી. જ્યાં આગળ વિદેશી પર્યટકો માર્કેટમાં કામ કરતા મજૂરોને જોઈ રહ્યા હતા ત્યારે એક મજૂર જીરાના ભરેલા કોથળા સીવી રહ્યો હતો એ જોઈ એક વિદેશી યુવતીએ અન્ય મજૂર પાસેથી સોયો અને દોરો પોતાના હાથમાં પકડી મજૂરો વચ્ચે કોથળા સિવવા લાગી હતી જ્યાં તેણે આ કામ કરવા પોતાનો હાથ અજમાવ્યો હતો.

શું છે વાઈરલ વીડિયોમાં?
સોશિયલ મીડિયામાં હાલ જે વીડિયો વાઈરલ થઈ રહ્યો છે તેમાં એક વિદેશી મહિલા હાથમાં સૂયો લઈ શણના કોથલા સીવી રહી છે. મહિલાએ અન્ય મજૂરોમાંથી શીખી પોતે પણ કોથળાને સિલાઈ મારી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...