રસાકસી:એસટી ક્રેડિટ સોસાયટીના 12 સભ્યો માટે આજે રસાકસીભરી ચૂંટણી થશે

મહેસાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિભાગીય કચેરી, વર્કશોપ અને 12 ડેપોમાં સવારે 7 થી સાંજે 4 સુધી મતદાન

મહેસાણા એસટી કર્મચારીઓની ક્રેડિટ સોસાયટીની 12 બેઠકો માટે સોમવારે વિભાગીય કચેરી, વર્કશોપ અને 10 ડેપો ખાતે મતદાન યોજાશે. જેમાં 27 ઉમેદવારોનું ભાવિ કુલ 3400 જેટલા મતદારો નક્કી કરશે. ચૂંટણી અધિકારીએ કહ્યું કે, સોમવારે સવારે 7 થી સાંજે 4 વાગ્યા સુધી જે-તે ઉમેદવારોની બેઠકના સ્થળે બેલેટ પેપરથી મતદાન યોજાશે અને ત્યાર પછી ત્યાં જ મત ગણતરી કરી પરિણામ જાહેર કરાશે.

ચૂંટણી ફરજના તેમજ સોમવારે સાંજે 4 વાગ્યા સુધી બસ લઇને પરત આવી શકે તેમ ન હોય તેવા ડ્રાઇવર, કંન્ડકટરો માટે એક દિવસ અગાઉ રવિવારે મતદાન યોજાયું હતું. જેમાં બંધ કવરમાં મત લેવાયા હતા. જેમાં કુલ 132નું મતદાન થયું છે.

ઉમેદવારોના સમર્થક કેટલાક ડ્રાઇવર, કંડક્ટરોએ ચૂંટણીના પગલે રજા મૂકી હોઇ સોમવારે કેટલાક રૂટોમાં બસોનું સંચાલન ખોરવાઇ શકે છે. જોકે, એસટીના એડમીન અધિકારી રાઠોડે કહ્યું કે, જે-તે ડેપો અધિકારી દ્વારા શિડ્યુઅલને અસર ન થાય તે પ્રમાણે આપવાપાત્ર રજા જ મંજૂર કરી હોય. બાકીના ફરજ પર હોઇ શિડ્યુઅલ મુજબ બસ ચલાવાશે.

અન્ય સમાચારો પણ છે...