તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વિજાપુરમાં રોયલ્ટી પાસ પરમીટ વગરની એક ટ્રક ઝડપી મામલતદારે સંતોષ માન્યો

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિજાપુરમાં રેતી ભરતા ડમ્પરો બેફામ બન્યા છે
  • પાસ પરમીટ વગર રેતીની હેરાફેરી વધતા તંત્ર સતર્ક થયુ

વિજાપુર પંથકમાં નદીમાંથી રેતીની ચોરી કરતા ડમ્પરો બેફામ બન્યા છે. ત્યારે વિજાપુરનો એક ટ્રક વગર પાસ પરમીટ અને નમ્બર પ્લેટ વિના રેતીની હેરાફેરી કરતી ઝડપાઇ છે.

ટ્રકને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી
વિજાપુરના ઈન્ચાર્જ મામલતદાર વી.એસ.કટારીયા અને સ્ટાફના માણસો વિજાપુર ગ્રામ્ય વિસ્તારોમાં ચેકીંગમાં હતા. તે દરમિયાન વિજાપુરના ધનપુરા રોડ પરથી રોયલ્ટી પાસ પરમીટ વિનાની એક જ ટ્રક ઝડપી સંતોષ માન્યો હતો. મામલતદાર સહિતની ટિમ ધનપુરા રોડ પાસેથી પસાર થઈ રહ્યાં હતા. એ દરમિયાન સામેથી સાબરમતી નદીમાંથી ઓવરલોડ ટ્રક પુરઝડપે પસાર થઈ રહ્યો હતો. ત્યારે તેને રોકવામાં આવ્યો હતો. ત્યારબાદ ટ્રક ચાલક પાસે રોયલ્ટી પાસ પરમીટ માંગતા તેની પાસે કોઈ પણ આધાર પુરાવા નહોતા. તેમજ રેતીની હેરાફેરી કરી રહેલી ટ્રક ઉપર કોઈ પ્રકારનું પર્સિંગ કે નમ્બર પ્લેટ લગાવ્યા વિના જ રેતીની હેરાફેરી કરતા હોવાનું સામે આવ્યું હતું. જેથી ટ્રકને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...