ટ્રક કાળ બનીને આવી:મહેસાણાના વડોસણ બાયપાસ પાસે એક ટ્રક બીજી ટ્રક સાથે ધડકાભેર અથડાઇ, ચાલકનું મોત, ક્લિનર ગંભીર રીતે ઘાયલ

મહેસાણા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિવાલા સર્કલ બાજુથી આવેલી ટ્રકે છત્રાલ જઇ રહેલી ટ્રકને જોરદાર ટક્કર મારી
  • વડોસણ બાયપાસ નજીક બની ઘટના, સારવાર દરમિયાન ડ્રાઇવરનું મોત

મહેસાણા નજીક આવેલા વડોસણ બાયપાસ નજીક બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ડ્રાઇવરને ગંભીર ઇજા પહોંચતાં તે મોતને ભેટ્યો હતો, ત્યારે અન્ય એક ઇસમને ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

ઊંઝાથી RJ 19 GE 1627 નંબરની ટ્રક મહેસાણા થઈને છત્રાલ જઇ રહી હતી. જેમાં ડ્રાઇવર નૈનારામ અને તેનો ક્લિનર કાનારામ બંને ટ્રકમાં બેસી ઊંઝાથી નીકળ્યા હતા. જ્યાં આજે શુક્રવારે વહેલી સવારે મહેસાણા-વડોસણ બાયપાસ પર આવેલા પુલ પાસે શિવાલા સર્કલ બાજુથી આવેલી ટ્રક નં. RJ19CG6919ના ચાલકે પોતાની ટ્રક વડે છત્રાલ જઇ રહેલી ટ્રકને ટક્કર મારી હતી.

જ્યાં ટ્રકના કેબીનને ટક્કર વાગતાં ટ્રક ચાલક નૈનારામને અને ક્લિનર કાનારામને ગંભીર ઇજાઓ થતાં તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે મહેસાણા સિવિલ હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન ટ્રકના ડ્રાઈવર નૈનારામનું મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે હાલમાં મહેસાણા તાલુકા પોલીસ મથકમાં અકસ્માત સર્જનારા ટ્રકના ચાલક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...