ઘર કા ભેદી લંકા ઢાયે:અમદાવાદથી વેપારી એક કરોડ લઇ જમીન ખરીદવા નંદાસણ ગયા, ડ્રાઇવરે મિત્રો જોડે ચોરી કરાવી

મહેસાણા3 મહિનો પહેલા
  • 24 કલાકમાં પોલીસે 1 કરોડ ચોરી કરનાર ટોળકીને ઝડપી પાડી

મહેસાણા જિલ્લામાં આવેલા નંદાસણ નજીક ગઈકાલે બપોરના સમયગાળા દરમિયાન અમદાવાદના એક જમીન દલાલ એક જમીનના હવાલા માટે પોતાના ઘરેથી ગાડીમાં 1 કરોડ રૂપિયા લઇ નંદાસણ નજીક જમીન વેચનારને પૈસા આપવા આવ્યા હતા, એ દરમિયાન કેટલાક ઈસમોએ ગાડીનું લોક ખોલી ગાડીમાં રહેલા 1 કરોડ ચોરી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ મામલે ગઈકાલે 1 કરોડ ચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે મહેસાણા એલ.સી.બીની ટીમે માત્ર 24 કલાકમાં 1 કરોડ ચોરી કરનાર 5 આરોપીને ઝડપી વધુ તપાસ આદરી છે.

આ રીતે 1 કરોડની કરવામાં આવી ચોરી
અમદાવાદના વેપારી 1 કરોડ રૂપિયા નંદાસણ નજીક રહેતા અન્ય એક જમીન વેચનાર વ્યક્તિને આપવા આવ્યા હતા. ત્યાં ગાડીના ડ્રાઇવરે પોતાના મિત્રોને ચોરી અંગે ટિપ્સ આપી હતી અને ડ્રાઇવર વેપારીની ગાડી ક્યાં લઇ જાય છે એ તમામ અપડેટ ડ્રાઇવર પોતાના મિત્રોને આપતો હતો. ડ્રાઇવર પોતાના મિત્ર દેસાઈ કૌશલ અને દેસાઈ ફુલેશને ચોરી માટે જાણ કરી હતી અને આ બને મિત્રો 1 કરોડ લઇ જતી ગાડીની પીછો કર્યો હતો. વેપારી અને ડ્રાઇવરે ખેતરમાં ચાલતા કામ જોવા ગયા એ દરમિયાન ડ્રાઇવરે સેન્સર કિં વડે ગાડીનો દરવાજો ખોલી દેતા પાછળ આવી રહેલા ડ્રાઇવરના બે મિત્રોએ ગાડીમાંથી 1 કરોડ ભરેલી બેગ ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા

1 કરોડ ચોરી કર્યા બાદ આરોપીઓએ પૈસાના ભાગલા પાડ્યા
નંદાસણ નજીક જમીન દલાલના 1 કરોડ ચોરી કર્યા આરોપી અમદાવાદ ભાગી ગયા હતા. જ્યાં ડ્રાઇવરે ચોરી કરવાની ટિપ્સ આપ્યાના 60 લાખ અને બાકીના 40 લાખ રૂપિયા દેસાઈ ફુલજી, દેસાઈ કાન્જી તથા દેસાઈ કોમલ પાટણ નીકળી ગયા હતા.

ડ્રાઇવરે સમગ્ર કાંડની વિગતો પોલીસ સમક્ષ કબૂલાત કરી
ચોરીની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ડ્રાઇવરને ઝડપી પૂછપરછ કરી હતી. ડ્રાઇવરે મહેસાણા એલ.સી.બી સમક્ષ સમગ્ર ચોરી કાંડ અંગે કબૂલાત કરી હતી કે તેણે જ પોતાના શેઠના એક કરોડ ચોરી કરવાની ટિપ્સ પોતાના મિત્રોને આપી હતી. ત્યારબાદ પોલીસની એક ટીમ અમદાવાદ અને એક ટીમ પાટણ તપાસ અર્થે દોડી જતા આ કેસમાં 5 આરોપીને દબોચી લીધા હતા.

પિતા, બે પુત્ર અને એક પુત્રી સહિત 5 ઝડપાયા
ચોરી કરનારમાં સંડોવાયેલા દેસાઈ પરિવારમાંથી પોલીસે પાચને ઝડપયા છે. જેમાં દેસાઈ કાનજી, જીવા,દેસાઈ કૌશલ કાનજી, દેસાઈ ફુલજી કાનજી, દેસાઈ કોમલ કાનજી અને ડ્રાઇવર રબારી નાગજીને ઝડપી પોલીસે 1 કરોડ રૂપિયા અને એક બલેનો ગાડી કબ્જે કરી વધુ તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...