તપાસ:ઓવરટેક કરતાં ટ્રેક્ટરચાલકે કારને ટક્કર મારી,ગર્ભવતી મહિલાને ઇજા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણાના પરિવાર પર પીલુદરા નજીક હુમલો, 3 સામે ગુનો
  • અપશબ્દો બોલવાની ના પાડતાં ટ્રેક્ટરચાલકે કારને ટક્કર મારી

મહેસાણાનો પરિવાર કાર લઇને બામોસણા ગામે જતો હતો, ત્યારે પીલુદરા નજીક ટ્રેક્ટરને ઓવરટેક કરવા મામલે થયેલી બોલાચાલીમાં ટ્રેક્ટર ચાલકે કારને ટક્કર મારી કુલ 3 શખ્સોએ પરિવાર પર હુમલો કર્યો હતો. જેમાં કારમાં સવાર ગર્ભવતી મહિલાને ઇજા થતાં મહેસાણા સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.આ મામલે મહેસાણા તાલુકા પોલીસ મથકે 3 શખ્સો સામે ગુનો નોંધાયો છે.

મહેસાણાના વિસનગર રોડ પરની સ્વપ્નવિલા સોસાયટીમાં રહેતાં આશાબેન ચૌધરી, પતિ અજય ચૌધરી, જેઠ હર્ષદ ચૌધરી અને સસરા નારણભાઇ ચૌધરી રવિવાર સવારે કાર (GJ 02 BP 8000)માં બેસી બામોસણા ગામે જઇ રહ્યા હતા. ત્યારે પીલુદરા નજીક આગળ જઇ રહેલા મિનિ ટ્રેક્ટર (GJ 02 CL 0107)ને હોર્ન મારી ઓવરટેક કર્યો હતો.

આ સમયે ટ્રેક્ટરચાલકે કારમાં સવાર પરિવારને અપશબ્દો બોલતાં કાર ઉભી રાખી અપશબ્દો કેમ બોલો છો તેમ પૂછતાં ટ્રેક્ટરચાલકે કારને પાછળથી ટક્કર મારી હતી. ઉશ્કેરાયેલા ટ્રેક્ટરચાલક જૈમિન નટુભાઇ પટેલ, નિખીલ અમરતભાઇ પટેલ અને નટુભાઇ પટેલે દાતરડું અને દંતાણી વડે હુમલો કર્યો હતો. જેમાં ગર્ભવતી આશાબેન ચૌધરીને ઇજા પહોંચતાં સારવાર અર્થે મહેસાણા સિવિલમાં ખસેડાયા હતા. આ મામલે મહેસાણા તાલુકા પોલીસે 3 શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...