સહાય:ધિરાણમાં 10 ટકા વધુ વૃદ્ધિ કરતી 25 સેવા સહકારી મંડળીને કુલ રૂ. 24.35 લાખનો પુરસ્કાર એનાયત

મહેસાણા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં સભાસદોની થાપણ વૃદ્ધિમાં લાખવડ મંડળીને સૌથી વધુ રૂ.19,7,400નો પુરસ્કાર

રાજ્યના સહકાર વિભાગ દ્વારા કો-ઓપરેટીવ પ્રોત્સાહન યોજનામાં દર વર્ષે ધિરાણ કે થાપણોમાં 10 ટકાનો વધારો કરનાર સેવા સહકારી મંડળીઓને પુરસ્કૃત સહાય આપવામાં આવે છે. જેમાં મહેસાણા જિલ્લામાં તાજેતરમાં 25 સેવા મંડળીઓને કુલ રૂ.24.35 લાખ સહાય મળી છે, જે મંડળીના આર્થિક ઉન્નતિમાં ઉપયોગી બનશે. આ તમામ મંડળીઓ ખેડૂતોને ધિરાણ કરતી અને ખેડૂત સભાસદો ધરાવે છે. જેમાં જિલ્લા રજીસ્ટ્રારના સહકાર વિભાગ દ્વારા સરેરાશ 4 વર્ષના ધિરાણને ચકાસી મંડળીઓની પસંદગી કરાઇ હતી. જેમાં સભાસદોની થાપણ વૃદ્ધિમાં એકમાત્ર લાખવડ સેવા સહકારી મંડળીને સૌથી વધુ રૂ.1,97,400 સહાય અર્પણ કરાઇ છે.

જિલ્લા રજીસ્ટ્રાર કચેરીના સહકાર ધિરાણ વિભાગના સૂત્રોએ કહ્યું કે, રાજ્યમાં નાણાકીય ધિરાણ વૃદ્ધિ, વસુલાત વૃદ્ધિ અને થાપણવૃદ્ધિ સહાય યોજના અમલમાં છે. જેમાં ચાલુ વર્ષે કુલ 30 લાખ સહાયનો લક્ષાંક નક્કી કરાયો છે. ખેડૂતોને ધિરાણ કરતી સેવા સહકારી મંડળીઓ પૈકી દર વર્ષે ધિરાણમાં 10 ટકાનો વધારો કરતી હોય તેવી મંડળીઓને સહાય મળે છે. જેમાં ધિરાણમાં 100 ટકા વસુલાત ફરજિયાત છે. આવી 25 મંડળીઓની સહાય મંજૂર કરાઇ છે. જેમાં 18 સેવા મંડળીને એક-એક લાખ અને 7 મંડળીઓને ઓછા વત્તા પ્રમાણમાં જોગવાઇ મુજબ સહાય મંજૂર થઇ છે.

1. પ્રતાપગઢ, તા.બહુચરાજી રૂ.74,400 2. ધનાલી, તા.જોટાણા રૂ.1,00,000 3. દાસજ, તા.ઊંઝા રૂ.1,00,000 4. મીઠા, તા.મહેસાણારૂ.60,200 5. મરેડા, તા.મહેસાણા રૂ.43,500 6. ટુંડાવ, તા.ઊંઝા રૂ.1,00,000 7. બરિયફ, તા.બહુચરાજી રૂ.1,00,000 8. મલેકપુર વડજુથ, (વડનગર ) રૂ.1,00,000 9. કંસારાકૂઇ, તા.વિસનગર રૂ.1,00,000 10. બોરિયાવી, તા.મહેસાણા રૂ.1,00,000 11. શોભાસણ, તા.વડનગર રૂ.1,39,000 12. મઢાસણા, તા.વડનગર રૂ.1,00,000 13. જોટાણા, તા.જોટાણા રૂ.1,00,000 14. બાકરપુરા, તા.વિસનગર રૂ.1,00,000 15. નાનાપુરા સોનવડ, તા. કડી રૂ.1,00,000 16. હાજીપુર, તા.ઊંઝા રૂ.1,00,000 17. લાખવડ, તા.મહેસાણા રૂ.1,97,400 18. થલોટા, તા.વિસનગર રૂ.53,400 19. ઊંટવા, તા.કડી રૂ.1,00,000 20. સદીકપુર, તા.ખેરાલુ રૂ.1,00,000 21. મહાદેવપુરા ડાભલા,(વિજાપુર)રૂ.68,600 22. ખેરવા, તા.મહેસાણા રૂ.1,00,000 23. આનંદપુરા, તા.વિજાપુર રૂ.1,00,000 24. જેપુર, તા.વિજાપુર રૂ.1,00,000 25. વઘવાડી, તા.ખેરાલુ રૂ.1,00,000

અન્ય સમાચારો પણ છે...