ઉમેદવારી:જિલ્લાની 7 બેઠકો પર વધુ 30 સાથે કુલ 88 ફોર્મ ભરાયાં

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કડીમાં ભાજપ, ખેરાલુમાં કોંગ્રેસે ઉમેદવારી નોંધાવી

મહેસાણા જિલ્લામાં વિધાનસભાની 7 બેઠકમાં બુધવારે 27 ઉમેદવારોએ કુલ 30 ફોર્મ ભર્યા હતા. જેમાં ખેરાલુમાં કોંગ્રેસના ઉમેદવારે બે અને કડીમાં ભાજપના ઉમેદવારે ત્રણ ફોર્મ રજૂ કર્યા છે. ચૂંટણીમાં અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 55 ઉમેદવારી ફોર્મ ભરાયાં છે. ગુરુવારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોઇ ચૂંટણી કચેરીઓમાં ફોર્મ ભરવા જમાવડો જામશે. ખેરાલુ બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર મુકેશ દેસાઇએ અને કડીમાં ભાજપના ઉમેદવાર કરશન સોલંકીએ ચૂંટણી કચેરીએ પહોંચી ઉમેદવારી નોંધાવી હતી. બુધવારે જિલ્લામાં અપક્ષમાંથી કુલ 9 ફોર્મ ભરાયા હતા. જ્યારે વિજાપુર બેઠકમાં ભાજપના ડમી ઉમેદવારે ફોર્મ ભર્યું હતું.

બુધવારે 27 ઉમેદવારોએ કુલ 30 ફોર્મ જમા કરાવ્યા
ખેરાલુ વિધાનસભા બેઠક:

મુકેશકુમાર મોંઘજીભાઇ દેસાઇ, કોંગ્રેસ
મુકેશસિંહ ધીરૂસિંહ ચૌહાણ, ગરવી ગુજરાત પાર્ટી
વાલજીભાઇ સવજીભાઇ પરમાર, લોગ પાર્ટી
ઊંઝા વિધાનસભા બેઠક:
રમેશભાઇ સુખાભાઇ રબારી, ગરવી ગુજરાત પાર્ટી
અરવિંદજી સળખાજી ઠાકોર, અપક્ષ
વિસનગર વિધાનસભા બેઠક:
ગીરીશકુમાર દલાભાઇ પરમાર, બસપા
જગદીશકુમાર નાથાભાઇ પ્રજાપતિ, ભારતીય જન પરિષદ
અબ્દુલરશીદ શેરમહંમદ ખોખર, અપક્ષ
વિજયકુમાર કોદરભાઇ પરમાર, અપક્ષ
શંકરજી મફાજી ઠાકોર, અપક્ષ
બહુચરાજી વિધાનસભા બેઠક:
કનુભાઇ રામભાઇ પટેલ, અપક્ષ
દિનેશકુમાર રેવાભાઇ રાઠોડ, બસપા
અલ્પેશકુમાર કાંતિભાઇ પટેલ, અપક્ષ
કડી વિધાનસભા બેઠક:
કરશનભાઇ પુંજાભાઇ સોલંકી, ભાજપ
ભરતકુમાર બાબુલાલ પરમાર, આપ
આરતીબેન અશ્વિનકુમાર પરમાર, બસપા
લક્ષ્મીચંદ પુંજાભાઇ ચાવડા, અપક્ષ
મહેસાણા વિધાનસભા બેઠક:
આનંદકુમાર રાવળ, અપક્ષ
દિશાંતભાઇ ધનજીભાઇ પટેલ, આપ
ભરતકુમાર માધવલાલ પટેલ, આપ
નિમેષ આત્મારામ પટેલ, ગુંજ સત્યજી જનતાપાર્ટી
અરવિંદભાઇ કુબેરભાઇ પ્રજાપતિ, અપક્ષ
અરજણજી મોહનજી ઠાકોર, અપક્ષ
વાસુદેવ ત્રિભોવનભાઇ પરમાર, બસપા
વિજાપુર વિધાનસભા બેઠક:
રાજેન્દ્રકુમાર સાંકળચંદ પટેલ, ભાજપ
ચિરાગકુમાર પ્રવિણભાઇ પટેલ, આપ
ચિરાગકુમાર ભીખાભાઇ પટેલ, આપ

અન્ય સમાચારો પણ છે...