તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બદલી:મહેસાણા જિલ્લા પોલીસમાં એકસાથે 333 પોલીસ કર્મીઓની આંતરિક બદલી કરાઇ

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેસાણા જિલ્લામાં એક સાથે 333 પોલીસ કર્મીઓની બદલી થતા ચકચાર મચી જવા પામી છે. અચાનક જિલ્લામાં એક સાથે મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓની બદલી થતા પોલીસ બેડાંમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

મહેસાણા જિલ્લા પોલીસ વડા ડો. પાર્થરાજ સિંહ ગોહિલ દ્વારા જિલ્લામાં અગાઉ પણ મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓની બદલી કરી દેવામાં આવી હતી. જેમાં આજે ફરી જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાંથી 333 પોલીસ કર્મીઓની આંતરિક બદલી થતા ખળભળાટ મચી ગયો છે.

મહેસાણા શહેર એ ડીવીઝન પોલીસ મથકના 12, બી ડીવીઝનના 27, તાલુકા પોલીસના 20, કડી પોલીસ મથકના 11, બાવલું પોલીસ મથકના 11, નંદાસણ પોલીસના 06, લોઘણજ પોલીસ મથકના 18, સાંથલના 04, બેચરાજી પોલીસ મથકના 07, મોઢેરા પોલીસ મથકના 08, વિસનગર શહેરના 34, વિસનગર તાલુકા પોલીસમાં 13, વડનગરના 19 અને વિજાપુર પોલીસ મથકમાં 19 પોલીસ કર્મીઓની વહીવટી કારણોસર બદલી કરી દેવામાં આવી છે. જેમાં સૌથી વધુ વિસનગર શહેર પોલીસ મથકના પોલીસ કર્મીઓની બદલી કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...