પેટા ચૂંટણી:મહેસાણામાં ખાલી પડેલી 4 બેઠક પર રવિવારે મતદાન, કુલ 33 મતદાન મથકો પર 29,426 મતદારો મતદાન કરશે

મહેસાણા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડનગર અને મહેસાણા પાલિકાના બે વોર્ડ અને તાલુકા પંચાયતની વડ્સમા-ડાલીસણા બેઠકની પેટા ચૂંટણી
  • ચારે બેઠકો પર કુલ 11 હરીફ ઉમેદવારો

મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ખાલી પડેલી બેઠકો માટે આવતીકાલે રવિવારે પેટા ચૂંટણી યોજાશે. જેમાં કુલ 33 મતદાન મથકો પર EVM દ્વારા કુલ 29,426 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ પહેલા ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થયા હતા. જે બાદ આજે શનિવારે EVM સહિતની ચૂંટણી સામગ્રી મતદાન મથકો સુધી પહોંચાડવામાં આવશે. જોકે, ખેરાલુની ડાલીસણા બેઠક પર કોઈ પણ ઉમેદવાર ન હોવાથી મતદાન માટે કોઈ વ્યવસ્થા કરાઈ નથી.

ચૂંટણી પ્રચારના પડઘમ શાંત રાજ્ય ચૂંટણી અયોગ્ય દ્વારા મહેસાણા જિલ્લામાં ખાલી પડેલી સ્થાનિક સ્વરાજની બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે. મતદાન પહેલા ચૂંટણી પ્રચારના પડઘમ શાંત કરી દેવામાં આવ્યાં છે. આ પેટા ચૂંટણીમાં વડનગર પાલિકાના વોર્ડ નમ્બર 7, મહેસાણા પાલિકાના વોર્ડ નમ્બર 11, સતલાસણા તાલુકા પંચાયત બેઠક નંબર 7 રાણપુર અને મહેસાણા તાલુકા પંચાયત બેઠક નંબર 32 વડ્સમા પર કુલ 33 મતદાન મથકોનું આયોજન કરવામાં આવ્યું છે.

190 પોલિંગ સ્ટાફ અને 47 સુરક્ષા કર્મીઓ તૈનાતચાર બેઠક પર મતદાન માટે કુલ 29,426 મતદારો નોંધાયા છે. જેમાં 15,250 પુરુષ અને 14,176 સ્ત્રી મતદારોને મતાધિકાર આપવામાં આવ્યો છે. આ પેટા ચૂંટણી માટે 33 EVM મતદાન મથકો પર અને 10 ટકા રિઝર્વ રાખવામાં આવ્યાં છે. ચારે બેઠકો પર કુલ 11 હરીફ ઉમેદવારો ઉભા છે. 190 પોલિંગ સ્ટાફ અને 47 સુરક્ષા કર્મીઓ આ ચૂંટણી પ્રક્રિયામાં તૈનાત રહેશે. મહત્વનું છે કે, ખેરાલુ તાલુકા પંચાયતની બેઠક નંબર 7 ડાલીસણા પર કોઈ ઉમેદવાર ન હોઈ મતદાન માટેની તૈયારી કરવામાં નથી આવી.

4 બેઠકોના 11 ઉમેદવારોની સ્થિતિ

મહેસાણા નગરપાલિકા વોર્ડ-11 ફાલ્ગુનીબેન ગૌરવભાઇ પટેલ, ભાજપ શિલ્પા પરબતભાઇ ઠાકોર, કોંગ્રેસ ભાવનાબેન સનતભાઇ પટેલ, આપ

વડનગર નગરપાલિકા વોર્ડ-7 દર્શનાબેન નીતિનકુમાર સોની, ભાજપ અમરતબેન રજુજી ઠાકોર, કોંગ્રેસ મહેસાણા તા.પં. વડસ્મા બેઠક નારણજી ગોપાળજી ચાવડા, ભાજપ નટવરજી કાળાજી મકવાણા, કોંગ્રેસ ઇશ્વરજી જીલુજી ચાવડા, આપ

​​​​​​​સતલાસણા તા.પં. રાણપુર બેઠક શામજીભાઇ નાથુભાઇ ચૌધરી, ભાજપ કનુભાઇ ચિમનભાઇ બારોટ, કોંગ્રેસ ગણેશભાઇ માનાભાઇ પરમાર, આપ

​​​​​​​

4 બેઠકોમાં મતદારોની સ્થિતિ

વિગતપુરૂષસ્ત્રીકુલ
મહેસાણા6892635013242
વડનગર156615023068
મહેસાણાવડસ્મા48394478
સતલાસણારાણપુર19531846
કુલ 04152501417629426

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...