કોરોના અપડેટ:મહેસાણામાં આજે 4 વર્ષના બાળક સહિત કુલ 22 કોરોના કેસ સામે આવ્યા, એક્ટિવ કેસની સંખ્યા 69 થઈ

મહેસાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર છે - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર છે
  • ગઈકાલે 13 તો આજે 22 નવા કેસ, ચાર દર્દીની રાજ્ય બહારની ટ્રાવેલ્સ હિસ્ટ્રી સામે આવી

મહેસાણા જિલ્લામાં સતત કોરોના સંક્રમણમાં વધારો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં ગઈકાલે 13 તો આજે ગુરૂવારે નવા 22 કેસ સામે આવતા કોરોનાના એક્ટિવ કેસનો ગ્રાફ એકાએક ઉંચો આવી જતા મહેસાણા જિલ્લા માટે એક ચિંતાનો વિષય બનવા પામ્યો છે. જેમાં આજે ગુરૂવારે નવા 22 કેસ સામે આવતા જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 69 પર પહોંચી છે. ઉપરાંત આજે 11 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

મહેસાણા જિલ્લામાં એક અઠવાડિયાના સમયગાળા દરમિયાન કોરોનાએ એકાએક માથું ઊંચક્યું છે. જેમાં એક્ટિવ કેસનો આંકડો 69 પર પહોંચી ગયો છે. આજે શહેરી વિસ્તારમાં 16 અને ગ્રામ્યમાં 6 મળી કુલ 22 કેસ સામે આવ્યા છે.

મહેસાણા તાલુકાના પંચોટ ગામમાં આજે 4 વર્ષનું બાળક કોરોના પોઝિટિવ આવ્યું છે, તેમજ તેની ટ્રાવેલ્સ હિસ્ટ્રી રાજસ્થાનની હોવાનું સામે આવ્યું છે. મહેસાણા શહેરમાં 11 તો ગ્રામ્ય વિસ્તારમાં 2 કેસ, કડી તાલુકામાં કુંડાળમાં એક કેસ, વિસનગર શહેર અને તાલુકામાં 4, ઊંઝામાં 4 કેસ સામે આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...