તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહાઅભિયાન ધીમું પડ્યું:મહેસાણા સિવિલમાં રસી નથી ના બોર્ડ લાગ્યા, તાલુકામાં સોમવારે નવ સેન્ટરમાં કુલ 1780 વ્યક્તિને વેક્સિન અપાઇ

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રસી નથી ના બોર્ડ લાગતાં લોકોને ફોગટ ફેરો પડ્યો હતો - Divya Bhaskar
રસી નથી ના બોર્ડ લાગતાં લોકોને ફોગટ ફેરો પડ્યો હતો
  • સિવિલ હોસ્પિટલ, ઓમકારેશ્વરમાં વેક્સિન ખૂટી પડતાં લોકોને ફેરો,મહેસાણા તાલુકામાં માંડ નવ સેન્ટરમાં સોમવારે 1780 નુ વેક્સિનેશન થયુ
  • ઓછા સ્ટોકને લીધે માનવઆશ્રમ સેન્ટર સોમવારે બંધ રખાયું

વેક્સિનેશન મહાઅભિયાન શરૂ કર્યાના થોડા દિવસોમાં જ તંત્ર વેક્સિનેશન માટે લોકોના ઘસારા સામે પર્યાત્પ ડોઝ પૂરા પાડવામાં હાંફી રહ્યુ છે.સતત ચોથા દિવસે મહેસાણા શહેરના સેન્ટરોમાં વેક્સિન સ્ટોક બપોર સુધીમાં પુરો થઇ જતાં લોકોને ફેરો પડ્યો હતો. સિવિલ હોસ્પિટલ ખાતે ગ્રાઉન્ડ ફ્લોર તેમજ પ્રથમ ફ્લોરમાં કુલ 268 વેક્સિનના ડોઝ ફાળવાયા હતા. પ્રથમમાળે બપોરે 1 વાગ્યાના અરસામાં વેક્સિન ડોઝ પૂરો થતાં લોકોને ફેરો પડ્યો હતો.

સિવિલ અને રાધનપુર રોડ પર ઓમકારેશ્વર મંદિર પરિસરમાં વેક્સિન ખુટી હતી
સિવિલ અને રાધનપુર રોડ પર ઓમકારેશ્વર મંદિર પરિસરમાં વેક્સિન ખુટી હતી

અહીંયા લોકો વોર્ડમાં પૂછપરછ કરતાં હોઇ બોર્ડમાં જ લખાણ કરી દેવાયુ હતુ કે કોવિશિલ્ડ 18+ માટે ડોઝ નથી અને 45+માં બંન્ને ડોઝ ખાલી થયા છે. જ્યારે રાધનપુર રોડ પર ઓમકારેશ્વર મંદિર પરિસરમાં વેક્સિનના માત્ર 30 ડોઝ હોઇ 12.30 વાગ્યાના અરસામાં પુરા થઇ ગયા હતા.સુત્રોએ કહ્યુ કે મહેસાણા તાલુકામાં સોમવારે નવ સેન્ટરમાં કુલ 1780 વ્યક્તિને વેક્સિન અપાઇ છે.જેમાં મહેસાણામાં સિવિલ ખાતે 268 અને નાગલપુર ખાતે 176 ડોઝ વેક્સિનના અપાયા હતા.જ્યારે ઓછા સ્ટોકમાં માનવઆશ્રમ સેન્ટર સોમવારે બંધ રખાયુ હતું.

પાટણ જિલ્લામાં સ્ટોક ઓછો મળતો હોવાથી રસીકરણ ઘટી 50 ટકા થઈ ગયું
કોરોનાની ત્રીજી લહેરથી લોકોને સુરક્ષિત રાખવા માટે સરકારે વેક્સિન મહાઅભિયાન શરૂ કર્યું છે. પરંતુ છેલ્લા બે દિવસથી જિલ્લામાં રસીનો સ્ટોક ઓછો મળી રહ્યો છે જેના કારણે તંત્રને રસીકરણ કેન્દ્રો ઘટાડવાની ફરજ પડી છે. અને રસીકરણ પણ ઘટ્યું છે. મહા અભિયાનની શરૂઆત થઈ ત્યારે દરરોજ 8000 થી 10000 લોકોને રસી આપવામાં આવતી હતી. તેના બદલે બે દિવસથી માત્ર 4000 જેટલા લોકોને જ રસી મળી રહી છે. 50 ટકા જેટલું રસીકરણ ઘટી ગયું છે. સોમવારે પાટણ જિલ્લામાં 18 વર્ષથી મોટી ઉંમરના 2657 અને 45 વર્ષથી મોટી ઉંમરના1460 લોકોએ રસી લીધી હતી જ્યારે 16 ફ્રન્ટલાઈન વર્કરો એ રસી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...