તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોનસૂન ઈફેક્ટ:શનિવારે રાત્રે મેઘગર્જના એવી જાણે ત્રણની તીવ્રતાના ભૂંકપનો આંચકો

મહેસાણા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
મોઢેરા રોડની સોસાયટીમાં વીજળી ત્રાટકીઃ મહેસાણા મોઢેરા રોડ પર આવેલા વીઆઇપી નગર સોસાયટીમાં રવિવારે રાત્રે વીજળી પડતા ધાબા ઉપરની છત તૂટી ગઈ હતી. - Divya Bhaskar
મોઢેરા રોડની સોસાયટીમાં વીજળી ત્રાટકીઃ મહેસાણા મોઢેરા રોડ પર આવેલા વીઆઇપી નગર સોસાયટીમાં રવિવારે રાત્રે વીજળી પડતા ધાબા ઉપરની છત તૂટી ગઈ હતી.
  • વિજાપુરમાં 10 મીમી, બહુચરાજી, વડનગર અને સતલાસણામાં 5-5 મીમી,મહેસાણામાં 1 મીમી

મહેસાણા જિલ્લામાં રવિવારે રાત્રે કડાકા-ભડાકા વચ્ચે જિલ્લાનાં 8 તાલુકામાં હળવો વરસાદ વરસ્યો હતો. વાદળોની ઘર્જનાના કારણે ધરોની દીવાલો ધ્રુજી ઉઠી હતી. વેધર એક્સપર્ટના મત્તે 3 ની તીવ્રતાના ભૂકંપના આંચકા સમાન દીવાલો ધ્રુજી ઉઠી હતી. રવિવારે રાત્રે મેઘ ગર્જના સાથે 8 તાલુકામાં હળવો વરસાદ પડ્યો હતો. જેમાં વિજાપુરમાં 10 મીમી, બહુચરાજી, વડનગર અને સતલાસણામાં 5-5 મીમી, જોટાણામાં 4 મીમી, ખેરાલુમાં 3 મીમી, કડીમાં 2 મીમી અને મહેસાણામાં 1 મીમી વરસાદ નોંધાયો હતો.

સોમવાર સવારથી સાંજ સુધી આકાશ કાળા ડિબાંગ વાદળોથી છવાયેલું રહ્યું હતું. જો કે, દિવસ કોરોધાકોર પસાર થયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, ઉત્તર ગુજરાતમાં મંગળવારે વાતાવરણ વાદળછાયું રહેવાની સાથે છુટાછવાયા વિસ્તારોમા હળવા વરસાદની શકયતા છે. જ્યારે બુધવારે બંગાળની ખાડીનું લો પ્રેશર સિસ્ટમ ગુજરાત નજીક આવતા વરસાદનું જોર વધી શકે છે.

અન્ય સમાચારો પણ છે...