મહેસાણા જિલ્લામાં ગઈકાલની સરખામણીએ ગરમીનો પારો એક ડિગ્રી ગગડયો હતો. જિલ્લામાં 40.25 ડિગ્રી તાપમાન પગલે લોકો ગરમીથી પરેશાન થયા હતા. કાળઝાળ ગરમીથી લોકો બપોરના સમયે ઘરમાં પુરાવા મજબૂર બન્યા છે. છેલ્લા બે દિવસ દરમિયાન બપોરે કાળઝાળ ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે ગઈ કાલ સાંજે એકાએક વાતાવરણમાં પલટો આવતા સાંજે ઠંડક પ્રસરી હતી.
મહેસાણા જિલ્લામાં મહત્તમ તાપમાન 41.25 ડિગ્રી નોંધાયું હતું. મહત્તમ તાપમાન નોંધાતા રહીશો ગરમીમાં સેકાયા હતા. જિલ્લાના તાલુકા મથકો વિસનગર, વડનગર, કડી,સતલાસણા,વડનગર સહિતના તાલુકાઓમાં પણ હીટવેવથી લોકો પરેશાન બન્યા હતા. આકરી ગરમીના કારણે બપોરે 1 થી 4 વાગ્યા દરમિયાન મહેસાણા શહેરના બજારો સૂમસામ જોવા મળ્યા હતા. જ્યાં લોકો ઠંડાપીણા પી ગરમીથી રાહત મેળવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.