તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:જિલ્લામાં ભૃણ હત્યા અને દીકરી ડ્રોપ આઉટ રોકવા ટેલીફોન નંબર જાહેર કરાયો

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માહિતી 02762-222324 નંબર ઉપર આપી શકાશે

કલેક્ટર કચેરીમાં કલેકટર ઉદિત અગ્રવાલના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રીક્ટ ટાસ્ક ફોર્સ (બેટી બચાઓ બેટી પઢાઓ) ની બેઠકમાં કલેક્ટરે જિલ્લામાં ભ્રૃણ હત્યા કે દિકરી ડ્રોપ આઉટ રોકવા ટેલીફોન નંબર શરૂ કરવા જણાવતાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ૦૨૭૬૨-૨૨૨૩૨૪ નંબર શરૂ કરાયો છે. આ નંબર પર સંપર્ક કરી કોઇપણ વ્યક્તિ માહિતી આપી શકશે અને જેનું નામ ગુપ્ત રખાશેે. સખી વન સ્ટોપ સેન્ટર યોજના અંતર્ગત મહેસાણામાં કાયદાકીય, પોલીસ મેડિકલ, આશ્રય તેમ પરામર્શ જેવી સેવાઓ 24 કલાક અપાય છે.

કોરોના સમય દરમિયાન ભૂલી પડેલી બહેનોને દિલ્લી મુંબઇ, રાજસ્થાન જેવા રાજ્યોમાં પુનસ્થાપન કરી પરિવાર સાથે મિલન કરાય છે ચર્ચા કરાઇ હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડો.ઓમ પ્રકાશ,જિલ્લા પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલ,જિલ્લા આરોગ્ય અધિકારી ડો. વિષ્ણુ પટેલ,સહિત હાજર હતા.

અન્ય સમાચારો પણ છે...