અપહરણ અંગેની ફરિયાદ:બેચરાજીમાં પાર્લરમાં જતી કિશોરીને ઈલેક્ટ્રિકની દુકાનમાં કામ કરતા યુવક સાથે આંખ મળી, યુવક લગ્નની લાલચ આપી કિશોરીને ભગાડી ગયો

મહેસાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ ફોટો - Divya Bhaskar
ફાઇલ ફોટો
  • ઝારખંડ અભ્યાસ કરતી કિશોરી પોતાના ઘરે વેકેશન કરવા બેચરાજી આવી હતી
  • કિશોરીના પરિવારજનોએ યુવક વિરૂદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી

મહેસાણા જિલ્લામાં આવેલા બેચરાજી ખાતે એક કિશોરીને લગ્નની લાલચ આપી યુવક ભગાડી ગયો હોવાની ઘટના સામે આવી છે. ઝારખંડમાં અભ્યાસ કરતી કિશોરીને વેકેશન હોવાથી પોતાના ઘરે વેકેશન માળવા આવી હતી. જ્યાં ઈલેક્ટ્રિકની દુકાનમાં કામ કરતા યુવક સાથે આંખ મળી જતા યુવક લગ્નની લાલચ આપી તેણે બેચરાજી ખાતેથી અપહરણ કરી ફરાર થયો હતો. આ મામલે બેચરાજી તાલુકા પોલીસ મથકમાં પરિવારે યુવક સામે ફરિયાદ નોંધાવી હતી.

ઝારખંડના રામગઢ ખાતે અભ્યાસ કરતી કિશોરીને વેકેશન હોવાથી તે બેચરાજી ખાતે પોતાના માતા-પિતાના ત્યાં છેલ્લા ત્રણ માસથી રોકાવા આવી હતી. જ્યાં કિશોરી બેચરાજી ખાતે આવલા એક બ્યુટી પાર્લરનો કોર્સ કરવા જતી હતી. આ દરમિયાન પાર્લરની બાજુમાં આવેલી એક ઇલેક્ટ્રોનિકની દુકાનમાં કામ કરતો ઠાકોર પ્રકાશજી નામનો યુવક 14 વર્ષની કિશોરીને લગ્નની લાલચ આપી તેણે ભગાડી ગયો હતો. ઘટનાની જાણ કિશોરીના માતા- પિતાને થતા આ મામલે તેમણે આસપાસના વિસ્તારમાં તપાસ આદરી હતી. જોકે, કિશોરીનો ક્યાંય પતો ન મળતા આખરે કિશોરીને ભગાડી જનાર યુવક વિરુદ્ધ બેચરાજી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...