તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:જગુદણ નજીકથી ~5.20 લાખનું બાયોડીઝલ ભરેલું ટેન્કર ઝડપાયું

મહેસાણા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બાયોડીઝલના ગેરકાયદે વેચાણની બાતમી મળતાં એસઓજીએ રેડ કરી
 • એસઓજીએ જરૂરી સેમ્પલ લઇ પરીક્ષણ અર્થે લેબમાં મોકલી આપ્યા

મહેસાણા એસઓજી ટીમ દ્વારા બુધવાર સાંજે બાતમીના આધારે જગુદણના એક ખેતરમાં રેડ કરી હતી. જ્યાં બાયોડીઝલ ભરેલું એક ટેન્કર મળી આવ્યું હતું. ટેન્કર ચાલકને પુછપરછ કરતાં આ બાયોડીઝલનું ગેરકાયદેસર વેચાણ થતું હોવાનું ખુલ્યું હતું. બીજી બાજુ મામલતદારના પંચનામા બાદ એસઓજીએ જરૂરી સેમ્પલ લઇ પરીક્ષણ અર્થે લેબમાં મોકલી આપ્યા હતા.

એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ એ.એમ.વાળા સહિતની ટીમે બાતમીના આધારે બુધવાર સાંજે જગુદણ ગામની સર્વે નંબર 241/1 ના ખેતરમાં રેડ કરી હતી. ખેતરમાં ઉભેલા ટેન્કર (જીજે 11 ડબ્લ્યુ 4440) ની તપાસ કરતાં તેમાં બાયોડીઝલ હોવાનું જાણવા મળ્યું હતું.

આ મામલે ટેન્કર ચાલક ઓડેદરા પરબત અરસી (રહે.ભોમીયાવદર, જી.પોરબંદર)ની પુછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, એલએન્ડટી કંપનીના કોન્ટ્રાક્ટર ખુટી મેલનભાઇ માલદેવભાઇ (રહે.અમદાવાદ) પોતાના કોન્ટ્રાક્ટમાં ચાલતાં વાહનોમાં બાયોડીઝલ ભરવા ટેન્કર અહીં રાખેલું છે.

પુછપરછમાં બાયોડીઝલનું ગેરકાયદેસર વેંચાણ થતું હોવાનું જણાતાં પોલીસે રૂ.5.20 લાખની કિંમતનું 8 હજાર લિટર બાયોડીઝલ અને રૂ.4.50 લાખની કિમતનું ટેન્કર મળી કુલ રૂ.9.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બીજી બાજુ મહેસાણા મામલતદારને બોલાવી પંચનામાની કાર્યવાહી કર્યા બાદ સેમ્પલ લઇ લેબમાં પરિક્ષણ માટે મોકલવાની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો