તૈયારી:મહેસાણાના ચાર વિસ્તાર માટે ટીપી બનાવવા 20 લાખના ખર્ચે સર્વે થશે

મહેસાણા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉચરપી,દેલાવસાહત,નાગલપુર, દેદીયાસણ માટે નવી ટીપી સ્કીમ તૈયાર કરાશે

મહેસાણામાં ઓ.જી વિસ્તારને આવરી લઇને વિસ્તાર વિકાસ માટે નવી ટીપી સ્કિમ તૈયાર કરવા પાલિકા તૈયારી કરી છે.ઉચરપી, દેલાવસાહત, નાગલપુર થી દેદીયાસણ જીઆઇડીસી સુધીના અેરીયાને આવરી લઇને નવિન નગરયોજના 8,9,10,11 અને 12 બનાવવા માટે રૂ.20 લાખના ખર્ચે ટોપોગ્રાફીકલ સર્વે કરશે.આ કામગીરી એજન્સી એગ્રીમેન્ટ થયેથી છ મહિનામાં પૂર્ણ કરશે.જેમાં હદ નક્કી થશે અને કમિટી પરામર્શ બાદ ચીફ ટાઉન પ્લાનીગમાં મજૂરી પછી નગરરચના યોજનાઓ ડ્રાફ્ટ પાલિકા તૈયાર કરી સરકારમાં દરખાસ્ત કરશે.

અંદાજે 1060 હેક્ટર વિસ્તારમાં સર્વે થશે
ટી.પી-8માં 250 હેક્ટર અને ટી.પી-9માં 129 હેક્ટર વિસ્તારને આવરી લઇને ઉચરપી રોડ, દેલાવસાહત, ગાંધીનગર લીંક રોડ થી માનવઆશ્રમ તેમજ ટી.પી-10માં 320 હેક્ટર જેમાં નાગલપુર વિસ્તાર ગુજરાત પાણી પુરવઠા બોર્ડ ખારી નદી હદ સુધી, ટી.પી-11 અંદાજે 106 હેક્ટરમાં બનાવવા નાગલપુર ગામતળ નીચોનો ભાગ, ટી.પી-12 અંદાજે 197 હેક્ટરમાં બનાવવા દેદીયાસણ જીઆઇડીસી અને મહેસાણા હદ સુધીનો વિસ્તાર સર્વેમાં સમાવિષ્ટ છે.પાલિકા ટી.પીના સુત્રોએ કહ્યુ કે, આ પાંચ નગરરચના યોજના બનાવા કુલ 964 હેક્ટર અને તેના પેરીફરી 96 હેક્ટરમાં સર્વે કરાનાર છે.

ટી.પી 6 અને 7 કપાત જગ્યાના અભાવે ઘોંચમાં પડશે
ધોબીઘાટ જીઇબી વિસનગર લીંક રોડને સ્પર્શતી 273 હે.ની ટી.પી સ્કીમ-6 અને 191 હેક્ટરની ટી.પી સ્કીમ-7માં આવતા સર્વે નંબરો ચકાસવા રૂ. 585300 ની ચકાસણી ફી કરવા પાલિકાને સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટે પત્ર કર્યો છે.ટી.પી સ્કીમમાં 32.5 ટકા કપાતમાં જગ્યા પાલિકાને મળવી જોઇએ.પરંતુ 3902 સીંગલ યુનિટ પ્લોટ થઇ ગયા છે. વર્ષ 2012 થી આ સ્કીમ આગળ વધારવાનું ટલ્લે રહ્યુ અને આ દરમ્યાન બાંધકામો થઇ ગયેલા છે.ત્યારે રોડ અને રીઝર્વ પ્લોટ માટે કપાતમાં કેવીરીતે જગ્યા નક્કી કરવી તે તંત્ર માટે જ મુશ્કેલ હોઇ સ્કીમો ઘોંચમાં રહેવાના સંકેતો છે.

ટી.પી-4 ફાઇનલ, ટી.પી-5 પ્રારંભિક મંજુરીમાં
નગરરચના યોજના 4 ફાઇનલ મંજુરી માટે અને નગરરચના યોજના 5 રસ્તા ડેવલપ પછી પ્રારંભિક મંજુરીના તબક્કે સરકારમાં છે.

અન્ય સમાચારો પણ છે...