ચોમાસામાં ફેલાવતા મચ્છરજન્ય રોગોને ડામવા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ગત 11 જુલાઈ થી 20 જુલાઈ સુધી હાઉસ ટુ હાઉસ સર્વે કરાયો હતો. જેમાં જિલ્લાના તમામ તાલકાઓના 4,61,769 ઘરનો સર્વે કરાતાં 9,847 સામાન્ય તાવના કેસ મળી આવ્યા હતા. જ્યારે સર્વે દરમિયાન ઘરની બહાર મચ્છર ઉત્પત્તિ અને પોરા ધરાવતી 8808 જગ્યાઓ મળી આવી હતી.
તંત્રએ આજવા 12,500 સ્થળોએ પોરાનાશક અને મચ્છરોના ઉત્પત્તિ કેન્દ્રોનો નાશ કર્યો હતો.મહેસાણાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મચ્છરોથી ફેલાવતા ચિકનગુનિયા, ડેન્ગ્યુ અને મલેરિયા જેવા જીવલેણ રોગોને ડામવા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા 11 જુલાઈ થી 20 જુલાઈ સુધી કરાયેલા હાઉસ ટુ હાઉસ સર્વેમાં મચ્છરોથી ઉત્પત્તિ ધરાવતા સ્થળો અને પાત્રો શોધી પોરાનાશક કામગીરી કરાઇ હતી. જ્યાં પાણી ભરાયેલા હતા ત્યાં ટેમીફોસ નામની દવાનો છંટકાવ કરાયો હતો.
જિલ્લા અધિકારી ડો. વિનોદ પટેલની આગેવાનીમાં કુલ 8283 ટીમો જિલ્લાના કડી, વિસનગર, મહેસાણા લાખ વડી ભાગોળ, નાગલપુર, ઊંઝા, વિજાપુર, વડનગર અને ખેરાલુ સહિત ના અર્બન અને 10 તાલુકાના તમામ ગામોમાં 4,61,769 ઘરને સર્વે હેઠળ આવરી લઈ પરિવારના સભ્યોના લોહીના નમૂના લેતાં સમગ્ર જિલ્લામાંથી 9,847 જેટલા સામાન્ય તાવના કેસો મળી આવ્યા હતા. જેમને ફિલ્ડમાં ગયેલી ટીમે ટેબ્લેટ અને અન્ય આરોગ્ય તંત્રની ટીમો સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થકી સારવાર પણ ઉપલબ્ધ કરાવી હતી.
સર્વે હેઠળ લેવાયેલા મકાનો અને તાવના કેસોની સંખ્યા | ||
તાલુકો | મકાનો | તાવના કેસ |
કડી | 60557 | 2007 |
વિજાપુર | 55564 | 985 |
વિસનગર | 41038 | 948 |
મહેસાણા | 63890 | 1660 |
વડનગર | 27107 | 701 |
સતલાસણા | 333279 | 535 |
ખેરાલુ | 21442 | 520 |
ઊંઝા | 29130 | 553 |
જોટાણા | 17490 | 360 |
બહુચરાજી | 27060 | 465 |
શહેરો | 85232 | 1132 |
કુલ | 461769 | 9847 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.