આવી ભૂલ ભારે પડી શકે છે:મહેસાણાની તપોવન સ્કૂલનો વિદ્યાર્થી સ્કૂલ બસમાં 1.30 લાખનો ફોન મૂકી પરીક્ષા આપવા ગયોને ફોન ગાયબ

મહેસાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા તાલુકાના આવેલ તપોવન સ્કૂલમાં વિદ્યાર્થી સ્કૂલ બસમાં ગયો હતો જ્યાં પોતાની સાથે મોંઘો ઘાટ આઈ ફોન લઇ ગયો હતો.જ્યાં સ્કૂલમાં પરીક્ષા હોવાથી ફોન બસમાં બેગમાં મૂકી પરીક્ષા આપવા ગયો ત્યારબાદ પરત આવ્યો તયારે ફોન ચોરી થઈ ગયો હતો.ઘટના અંગે પરિવારને જાણ કરતા પરિવાર પોલીસ ફરિયાદ નોંધાવી છે

મહેસાણા શહેરમા રહેતો 11 માં ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી પોતાના પાસે રહેલ આઈ ફોન કિંમત 1.30 લાખ લઇ પોતાની સ્કૂલ બસમાં બેસી શાળાએ ગયો હતો.જ્યાં તપોવન સ્કૂલમાં પરીક્ષા ચાલતી હોવાથી વિદ્યાર્થી એ પોતાનો ફોન બેગમાં મૂકી બસમાં પોતાની સીટ પર મૂકી પરીક્ષા આપવા ગયો હતો.જ્યાં પેપર આપ્યા બાદ પરત બસમાં આવી પોતાની બેગમાં જોતા 1.30 લાખ કિંમતનો આઈ ફોન જોવા ન મળતા તેણે પોતાના પરિવારને જાણ કરતા વિદ્યાર્થીની માતા એ લાઘણજ પોલીસમાં અજાણ્યા તસ્કર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે

અન્ય સમાચારો પણ છે...