બેઠક:કલ્યાણપુરા, બલોલ, કહિપુર અને ચડાસણા ગામના વિકાસ માટે ખાસ પ્લાન તૈયાર કરાશે

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના ચાર ગામોનો સાંસદ આદર્શ ગ્રામ યોજનામાં સમાવેશ
  • જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને સંકલના સમિતિની બેઠક

મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત જિલ્લામાં કડી તાલુકાના કલ્યાણપુરા, મહેસાણાના બલોલ, વડનગરના કહિપુર અને બહુચરાજીના ચડાસણા ગામનો સમાવેશ થાય છે. આ ગામના વિકાસ માટે વિલેજ ડેવલપમેન્ટ પ્લાન સહિત નાગરિકોની સુખાકારી માટે ખાસ પેકેજ તૈયાર કરવા સહિત વિવિધ બાબતો પર ચર્ચા કરાઇ હતી.

બેઠકમાં સાંસદ શારદાબેન પટેલે રિચાર્જ અને ઓર્ગેનિક ખેતી પર ભાર મુકવા તેમજ વિકાસ માટે પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓ માટે ખાસ સુચનો કર્યા હતા. બેઠકમાં 18 થી 22 એપ્રિલ દરમિયાન યોજાનાર આરોગ્ય મેળા બાબતે તેમજ રોજગારી માટે http://anubandham. gujarat. gov. in/home ની સાઇટ પર રોજગાર વાંચ્છુઓ અને નોકરીદાતાઓ રજિસ્ટ્રેશન કરાવી શકે છે તે બાબતે ચર્ચા કરાઇ હતી. આ ઉપરાંત, ચાઇલ્ડ લેબર અંતર્ગત 14 વર્ષથી નાના બાળકને કામ નહીં કરવા અંગેની સુચના સહિતની બાબતો પર ચર્ચા કરાઇ હતી.

બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી, નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળા, ધારાસભ્ય ભરતજી ઠાકોર અને અજમલજી ઠાકોર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...