સમગ્ર પરગણા વણકર સમાજ દ્વારા આજરોજ ડૉ.આંબેડકર હોલ મહેસાણા ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં કવિ, તંત્રી, સંગીતકાર, ગીતકાર, ફિલ્મકાર, પોડ્યુસર, ડીરેકટરનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો.
સમગ્ર પરગણા વણકર સમાજ ગુજરાતના પ્રમુખ ભીખાભાઈ મકવાણા, મહેસાણા જિલ્લા ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ વીણાબેન દિપકર અને આયોજક જીજ્ઞેશ કાપડિયા દ્વારા પાટણના સામાજિક કાર્યકર્તા, ચિત્રકાર અને પાટણ નગરપાલિકાના કોર્પોરેટર રાજેન્દ્ર કે. હિરવાણીયા અને જાણીતા એન્જીનીયર, સામાજિક કાર્યકર્તા, લેખક અને ગુજરાત પ્રદેશ ભાજપ અનુસુચિત જાતિ મોરચાના આઈ.ટી.વિભાગના સહ પ્રભારી પરેશભાઈ મકવાણા નું શાલ ઓઢાડીને મોમેન્ટ, પ્રમાણપત્ર અને વિરમાયા દેવ નું કેલેન્ડર આપી સન્માન કરાયું હતું.
આ કાર્યક્રમ દરમિયાન ઓ.એન.જી.સી. એસ.સી/એસ.ટી. યુનિયનના ચેરમેન જયેશભાઇ પરમાર, પત્રકાર નરેશભાઈ ચાવડા, લેખક ડૉ.નરસિંહભાઇ વણકર, પ્રદેશ ભાજપ અનુસુચિત જાતિ મોરચાના મીડિયા વિભાગના સહ પ્રભારી દેવેન્દ્રભાઈ સોલંકી, મહેસાણા જિલ્લા ભાજપ અનુસુચિત જાતિ મોરચાના મહામંત્રી કૃણાલ સુતરીયા સહિત સમગ્ર ગુજરાત માંથી કવિ, તંત્રી, સંગીતકાર, ગીતકાર, ફિલ્મકાર, પોડ્યુસર ઉપસ્થિત રહ્યા હતા
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.