વ્યવસ્થા:પ્રચાર માધ્યમો દ્વારા આચારસંહિતાનો ભંગ ન થાય તેની પર નજર રાખવ વિશેષ કમિટી રચાઇ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્રીય ચૂંટણીખર્ચ ઓબ્ઝર્વર મીડિયા સેન્ટરની મુલાકાતે

વિધાનસભા ચૂંટણીને લઇ આદર્શ આચારસંહિતાના નિયમો મુજબ મહેસાણા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ પ્રચાર માધ્યમો દ્વારા આચારસંહિતાનો ભંગ ન થાય તે સુનિશ્ચિત કરવા મીડિયા સર્ટીફીકેશન અને મોનિટરિંગ કમિટી (MCMC)ની રચના કરાઇ છે. જે અન્વયે અત્રે કલેક્ટર કચેરી ખાતે ડિઝાસ્ટર શાખામાં ભોંયતળિયે મીડિયા કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. આ સેન્ટરની કેન્દ્રીય ચૂંટણી ખર્ચ ઓબ્ઝર્વર એસ.પી.જી. મુદલિયારે મુલાકાત લીધી હતી અને ઈલેક્ટ્રોનિક મીડિયા, ટીવી ચેનલ, કેબલ નેટવર્ક પર પ્રસિદ્ધ થતી રાજકીય જાહેર ખબરોનું પૂર્વ-પ્રમાણીકરણ અને મોનિટરિંગ વગેરે બાબતે જરૂરી માર્ગદર્શન સાથે સૂચનાઓ આપી હતી. MCMCના સભ્યોએ ઓબ્ઝર્વરને કાર્યવ્યવસ્થા, મેનપાવર, રિપોર્ટિંગ, પ્રેસરિલીઝ, પ્રેસ કટિંગ્સ સહિત એમસીએમસી સેન્ટરની દરેક કાર્યપદ્ધતિથી અવગત કર્યા હતા.

ચૂંટણીમાં ચૂંટણી ખર્ચ અંગે મોનિટરિંગ કરવા કેન્દ્રીય ચૂંટણી ખર્ચ ઓબ્ઝર્વર એસ.પી.જી. મુદલિયારની વિસનગર, બેચરાજી, કડી અને મહેસાણા વિધાનસભા માટે નિમણૂંક કરાઇ છે. જિલ્લામાં રાજકીય પક્ષો કે ઉમેદવારો દ્વારા પ્રસિદ્ધ કરાતી રાજકીય જાહેર ખબરોના આગોતરા પ્રમાણિકરણ અને મીડિયા પ્રમાણીકરણ માટે દેખરેખ સમિતિની રચના કરાઇ છે. ઓબ્ઝર્વર સાથે DDO સહિત જોડાયા હતા. ઓબ્ઝર્વરે રજીસ્ટર નિભાવવા તથા દૈનિક ધોરણે મોકલવાના રિપોર્ટ અંગે વિગતવાર સમજૂતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...