સ્પેશ્યલ સેલ ખોલાયો:વિદેશમાં અભ્યાસ અર્થે જતા 11 છાત્રોને વેક્સિનનો બીજા ડોઝ આપી સર્ટિ આપ્યાં

મહેસાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા ડિઝાસ્ટર કંટ્રોલરૂમમાં ત્રણ દિવસથી સ્પે. સેલ ખોલાયો
  • 100થી વધુ ઓનલાઇન અરજી મળી, દસ્તાવેજોની ચકાસણી કરી રસી અપાય છે

વિદેશમાં અભ્યાસ અર્થે જવા માટે હવે વેક્સિનેશન પ્રમાણપત્ર ફરજિયાત કરાયું છે, ત્યારે મહેસાણા જિલ્લામાં વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હોય અને વિદેશ જવાનું છે એવા વિદ્યાર્થીઓને 84 દિવસ થયા ન હોવા છતાં તેમના માટે બીજા ડોઝની તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરાઇ છે. જેમાં ઓનલાઇન દસ્તાવેજો અપલોડ કરતાં વિદેશ જવા ઉત્સુક વિદ્યાર્થીઓને વેક્સિનનો બીજો ડોઝ આપીને અધિક નિવાસી કલેકટરની સહીથી પ્રમાણપત્ર આપવાની વ્યવસ્થા છે. મહેસાણા જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલરૂમ ખાતે શરૂ કરાયેલા સ્પેશિયલ સેલમાં ત્રણ દિવસમાં 11 વિદ્યાર્થીઓનાં વેક્સિનેશન પ્રમાણપત્ર ઇસ્યું થયાં છે, આ પ્રક્રિયા હાલમાં સતત ચાલી રહી છે. અત્યાર સુધી આવ 100થી વધુ છાત્રોએ ઓનલાઇન અરજી કરી છે.

કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ કોવિશિલ્ડ રસીના પહેલા અને બીજા ડોઝ વચ્ચે 84 દિવસનો સમયગાળો રાખવાનું નક્કી થયેલ છે પરંતુ વિદેશ અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓએ અગાઉ રસીનો પ્રથમ ડોઝ લીધો છે તેમજ હાલમાં 84 દિવસ પુરા નથી થયા તેવા વિદ્યાથૃીઓને વિદેશ પ્રવાસમાં અડચણ ઉભી ન થાય તે માટે રસીના બીજા ડોઝની વ્યવસ્થા કરાઇ છે. જેમાં મુખ્ય આરોગ્ય અધીકારી કચેરી ખાતે સ્પેશ્યલ સેલમાં ઓનલાઇન આવેલ અરજીઓ દસ્તાવેજોની ચકાસણી કરીને નિયત રસીકરણ કેન્દ્ર ખાતે આવા વિદ્યાર્થીઓને રસીકરણ કરવામાં આવે છે. જેના પ્રમાણપત્ર નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ દ્વારા ઇસ્યુ કરાઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા આ કરાયેલી આ વિશેષ વ્યવસ્થાના કારણે વિદ્યાર્થીઓને મોટી રાહત મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...