તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:મહેસાણા શહેર-જિલ્લામાં કોવેક્સિનમાં બીજો ડોઝ અપાયો, કોવિશિલ્ડ માટે ફેરો

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મહેસાણાના શક્તિ ગ્રાઉન્ડ પાસે નજીકના પુસ્તકાલયમાં પૌત્ર દાદા અને દાદીને લઇને લઇ વેક્સિનેશનનાં બીજા ડોઝ માટે આવ્યા હતા. - Divya Bhaskar
મહેસાણાના શક્તિ ગ્રાઉન્ડ પાસે નજીકના પુસ્તકાલયમાં પૌત્ર દાદા અને દાદીને લઇને લઇ વેક્સિનેશનનાં બીજા ડોઝ માટે આવ્યા હતા.
  • મહેસાણા તાલુકામાં કોવેક્સિનના 1500 ડોઝ ફાળવાતાં બીજા ડોઝને અગ્રતા અપાઇ
  • મહેસાણા શહેરમાં બે સેન્ટરમાં 18+માં 200 યુવાનોએ કોરોના રસી લીધી

મહેસાણા શહેર- તાલુકામાં ઘણા દિવસો પછી બુધવારે કોવેક્સિનના 1500 ડોઝ ફાળવાતાં સેન્ટરોમાં 100-100 ડોઝ અપાયા હતા. જોકે, બીજો ડોઝ લેવા આવનાર લોકોને જ કોવેક્સિન અપાઇ હતી. જોકે, કોવિશિલ્ડનો બીજો ડોઝ લેવા આવનારને કોવિશિલ્ડ ન હોઇ પરત જવું પડ્યું હતું.બુધવારે કુલ 6285 લોકોને રસી અપાઇ હતી. અત્યાર સુધીમાં કુલ 527493 લોકોએ રસી લીધી છે. સિવિલ હોસ્પિટલમાં સવારે કોવેક્સિન કે કોવિશિલ્ડનો બીજો ડોઝ લેવાનો હોય તેમને પહેલાં વેક્સિન અપાઇ હતી. શહેરના તમામ 11 સેન્ટરમાં કોવેક્સિનના બીજા ડોઝ માટે આવનારને વેક્સિન આપવાની વ્યવસ્થા કરાઇ હતી.

જેમાં માનવઆશ્રમ, રાધનપુર રોડ, પરા, મહાશક્તિ ગ્રાઉન્ડ નજીક સાર્વજનિક પુસ્તકાલય સહિતના સેન્ટરોમાં કોવેક્સિન અપાઇ હતી. જ્યારે પ્રથમ ડોઝ કોવિશિલ્ડનો લીધો હોય અને બીજો ડોઝ લેવા આવનાર ને ફેરો પડ્યો હતો. બુધવારથી સૌપ્રથમ 60થી વધુ વયના લોકોને કોવેક્સિન પછી 45થી વધુ વયના લોકોને કોવેક્સિનનું આયોજન કરાયું હતું. બીજા ડોઝ પછી વેક્સિન સ્ટોક રહ્યો હોય તો પ્રથમ ડોઝમાં વેક્સિન અપાઇ હતી. 18થી 45 વયમાં બે સેન્ટરમાં 200ના રજીસ્ટ્રેશન મુજબ વેક્સિનેશન કર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...