તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • A Review Meeting Was Held For The Estimate Of 67 Thousand Metric Tons Of Fertilizer Consumption, Availability And Requirement Of Chemical Fertilizers In The Winter Season In The District.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વપરાશનો અંદાજ:જિલ્લામાં શિયાળુ સિઝનમાં 67 હજાર મેટ્રીક ટન ખાતર વપરાશનો અંદાજ, રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અને જરૂરિયાત માટે સમીક્ષા બેઠક યોજાઇ

મહેસાણા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

મહેસાણા જિલ્લામાં શિયાળુ સિઝનના વાવેતરમાં વપરાતા ખાતરોને લઇ જિલ્લા ખેતી નિયામક (વિસ્તરણ) કચેરી ખાતે બેઠક મળી હતી. રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અને જરૂરિયાત માટેની આ સમીક્ષા બેઠકમાં ખાતરની સ્થિતિનો તાત મેળવાયો હતો. સિઝનમાં 67 હજાર મેટ્રીક ટનથી વધુ ખાતરનો જથ્થો વપરાઇ શકે છે.જિલ્લા ખેતી નિયામકની કચેરી ખાતે મળેલી બેઠકમાં ખાતર સપ્લાય કરતી જુદી જુદી કંપનીઓના 16 પ્રતિનિધીઓ સાથે રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અને જરૂરિયાત અંગે સમીક્ષા કરાઇ હતી.

જેમાં દરેક કંપની શિયાળુ સિઝનમાં કેવી રીતે કેટલો ખાતરના જથ્થાનો સપ્લાય કરશે તેના રિવ્યું લેવાયા હતા. ખાતર સ્ટોરેજની માહિતી એકત્રિત કરાઇ હતી. ચાલુ સાલે જિલ્લામાં 67 હજાર મેટ્રીક ટનથી વધુ જથ્થાનો વપરાશ થવાનો અંદાજ મુકાયો હતો. જેમાં 41 હજાર મેટ્રીક ટન યુરિયા ખાતર, 17 હજાર મેટ્રીક ટન ડીએપી ખાતર અને 9 હજાર મેટ્રીક ટન અન્ય 8 જાતના ખાતરનો વપરાશ થવાનો અંદાજ મુકાયો હતો.

પીઓએસ મશીનની અપડેશનની કામગીરી 4 કંપનીઓને સોંપાઇ
જિલ્લામાં 505 પૈકી 314 પીઓએસ મશીન અપડેટ કરી દેવાયા છે. બાકી રહેતાં 191 પીઓએસ મશીનના અપડેશન માટે એન્જસી કે મંડળીને જિલ્લા કક્ષા સુધી ધક્કો ન ખાવો પડે તે માટે તાલુકા કક્ષાએ જ વ્યવસ્થા કરતાં 4 કંપનીઓને અપડેશનનું કામ સોપ્યું છે. જેમાં જીએસએફસી કંપનીને સતલાસણા, બહુચરાજી અને ઊંઝા, જીએનએફસી કંપનીને વિસનગર, વડનગર, ખેરાલુ અને કડી, ક્રિભ્કો કંપનીને મહેસાણા અને જોટાણા તેમજ ઇફ્કો કંપનીને વિજાપુર તાલુકાની કામગીરી સોપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો