• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • A Reckless Truck Hits A Bullet Bike Near Bhandu In Mehsana, Driver Seriously Injured, Complaint Registered Against Dumper Driver On 12th Day

અકસ્માત:મહેસાણાના ભાંડું પાસે બેફામ ટ્રકે બુલેટ બાઈકને ટક્કર મારી, ચાલકને ગંભીર ઈજા, 12મા દિવસે ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

મહેસાણા24 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા ઊંઝા હાઈવે પર ભાંડું ગામના પાટિયા પાસે થોડા દિવસ અગાઉ બેફામ ડમ્પરે બુલેટ બાઈકને અડફેટે લેતા ચાલકને ગંભીર ઇજાઓ થતા હેમરેજ થઈ ગયું હતું. જોકે, અકસ્માતના બારમાં દિવસે સમગ્ર મામલે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ચાલકના પરિવાર જનોએ ફરિયાદ નોંધાવી છે.

પાલનપુરનો રાહુલ કારેચા પોતાના સાળા નિમિત રાવળ સાથે કડીથી બુલેટ બાઈક લઈને પોતના ઘરે જતો હતો. એ દરમિયાન ફરિયાદીનો સાળો પોતાનું બુલેટ લઈ આગળ જઈ રહ્યો હતો, ત્યારે ડમ્પર ચાલકે કોઈ પણ સિગ્નલ બતાવ્યા વિના ટર્ન મારતા બાઈને ટક્કર લાગી હતી. અકસ્માતમાં ફરિયાદીના શાળાને ગંભીર ઇજાઓ થતા રોડ પર જ બેભાન થઈ ગયો હતો.

સમગ્ર મમાલે ખાનગી વાહન મારફતે ઘાયલ યુવકને મહેસાણા લાયસન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેમજ અકસ્માતના 12માં દિવસે ડમ્પર ચાલક વિરુદ્ધ મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ત્યારે યુવક છેલ્લા 13 દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ ક હોવાનું પરિવાર જનોએ દિવ્ય ભાસ્કર ને જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...