મહેસાણા પોલીસ હેડ ક્વાર્ટરમાં હડકાયું કૂતરું બે જણાને કરડ્યું હતું. હડકાયા કૂતરાને પકડવા જિલ્લા ડિઝાસ્ટરે નગરપાલિકામાં જાણ કરી હોવા છતાં કોઇ નહીં આવતાં રહીશોમાં રોષ ફેલાયો હતો. પોલીસ હેડ ક્વાર્ટરમાં ચેલાભાઇ પરમારે કહ્યું કે, હડકાયા કૂતરાએ પાણીનો કોક ચાલુ કરતા યુવાન સહિત બે જણાને કરડ્યું હોઇ કંટ્રોલ રૂમમાં જાણ કરાઇ હતી. પણ કોઇ કૂતરું પકડવા આવેલ નથી.
રાત્રે ગભરાટમાં કેટલાક લોકો લાકડી લઇને નીકળ્યા હતા. બીજી તરફ, આ અંગે નગરપાલિકા કંટ્રોલ રૂમમાં પૂછતાં તેમણે કહ્યું કે, આ કામગીરીમાં પ્રાણીની સારવાર માટે તબીબની જરૂર પડે, પાલિકામાં હાલ આ વ્યવસ્થા નથી. ઉલ્લેખનિય છે કે, પાલિકા દ્વારા રખડતાં કૂતરાં પકડી ખસીકરણ કરવાની વ્યવસ્થા એજન્સી મારફતે કરવા ટેન્ડર કરવા વિચારણા કરાઇ હતી. જેમાં સેનેટરી શાખા દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનથી કોપી મંગાવી હાલ વ્યવસ્થા અંગે અભ્યાસ કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.