ફરાર કેદી ઝડપાયો:મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલો અને પેરોલ જમ્પ કરી ફરાર થયેલો કેદી સુદથલાથી ઝડપાયો

મહેસાણા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપી 10 દિવસના જામીન મેળવી જેલમાં થી બહાર આવ્યો હતો

મર્ડરના ગુન્હામાં અમદાવાદ મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા ભોગવતો આરોપી જેલમાં રજા મેળવ્યા બાદ ક્યાંક ભાગી ગયો હતો અને ફરી અમદાવાદ જેલમાં પરત ન ફરતા પોલીસે ફરાર થયેલા આરોપીને ઝડપવા તજવીજ આદરી હતી.જોકે મહેસાણા એસઓજી ટીમે બાતમી આધારે આરોપીને ઝડપી ફરી જેલમાં મોકલી દીધો હતો.

મહેસાણા એસઓજી ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, અમદાવાદ મધ્યસ્થ જેલના કેદી કિરણજી ઉર્ફ કે.કે ગઈ 9 સપ્ટેમ્બર 2022ના રોજ દસ દિવસના જામીન મેળવી રજા પર ઘરે આવ્યો હતો. પરંતુ, દસ દિવસ બાદ પણ આરોપી જેલમાં ન જતા પોલીસે તપાસ કરી હતી જ્યાં આરોપી પોતાના ગામ સદુથલા હોવાની જાણ થતાં પોલીસે આરોપીને ઝડપી ફરી એકવાર અમદાવાદ જેલમાં મોકલી આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...