મહેસાણા એમટી શાખામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અશ્વિન ચૌધરી પંજાબના જલંધર ખાતે 15મી ડિસેમ્બરે યોજાનારી નેશનલ કક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. 15મી ડિસેમ્બરે પંજાબના જલંધરમાં 71મી ઓલ ઈન્ડિયા પોલીસ મીટની ટેબલ ટેનિસ સ્પર્ધા યોજાનાર છે.
જેમાં મહેસાણા જિલ્લા પોલીસ વતી વિજાપુર તાલુકાના પામોલ ગામના અને મહેસાણા પોલીસમાં એમટી શાખામાં ફરજ બજાવતા અશ્વિન ચૌધરીની પસંદગી થઇ છે. ગત 15મી સપ્ટેમ્બરે એસઆરપી ગ્રૃપ-15માં સ્પર્ધાનું આયોજન કરાયું હતું.
જેમાં ગુજરાતભરના પોલીસ રમતવીરોએ ભાગ લીધો હતો. જેમાંથી 5 ખેલાડીની પસંદગી કરાઈ હતી. જેમાં મહેસાણા જિલ્લામાંથી અશ્વિન ચૌધરીની પસંદગી કરાઈ હતી. જેને લઈ જિલ્લા પોલીસવડા સહિતે શુભેચ્છા આપી હતી. અગાઉ ભાનુભાઈ ભરવાડ દોડમાં રાષ્ટ્રકક્ષાએ પોલીસનું નામ રોશન કરી ચૂક્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.