મહેસાણા એસ.ટી ડેપોની સામેના જિલ્લા પંચાયત શોપિંગ સેન્ટરની દુકાનોના દસ્તાવેજમાં છેતરપિંડી આચરવામાં આવી હોવાની દુકાન ખરીદનાર વકીલે ચીફ કોર્ટમાં ન્યાય માગતાં કોર્ટના હુકમના પગલે એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેર અને ત્રણ બિલ્ડર મળી ચાર સામે ફરીયાદ નોંધાઇ છે.
શોપિંગ સેન્ટરમાં દસ્તાવેજમાં દુકાન ખરીદનાર ફરિયાદી વગેરેને નુકશાન પહોંચાડી વિશ્વાસઘાત, છેતરપિંડી થઈ હોવાથી ફરિયાદીએ ચીફ કોર્ટમાં ધા નાંખતા કોર્ટે જવાબદાર કર્મચારી અને બિલ્ડરો સામે ફરિયાદ નોંધવાનો આદેશ કર્યો હતો.
ફર્સ્ટ ફ્લોરમાં દુકાન નં.-5 ખરીદનાર વકીલ હર્ષદભાઇ શાંતિલાલ રાવલે જિ.પં.ના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર હરેશભાઇ પટેલ, મહેસાણાના બિલ્ડર ચંદ્રકાંત સોમાભાઇ પટેલ, ઊંઝાના બાન્ધવભાઇ પટેલ અને સાગરભાઇ પટેલ સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.