ચોરી:મહેસાણાના વિસનગર રોડ પર પાર્ક કરેલું પીકઅપ ડાલું તસ્કરો ઉઠાવી ગયા

મહેસાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેસાણા શહેરમાં દિવસેને દિવસે નાની મોટી ચોરીના બનાવો પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે શિયાળાની શરૂઆતમાંજ તસ્કરો બેફામ બન્યા છે ત્યારે મહેસાણા ના વિસનગર રોડ પર પાર્ક કરેલ 9 લાખ કિંમત નું પીક અપ ડાલું અજાણ્યા તસ્કરો ચોરી કરી ને ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવતા ફરિયાદીએ ચોર સામે ફરિયાદ નોંધાવી છે.

મહેસાણા શહેરમા ગણેશ વિવાન માં રહેતા અને મંડપ ડેકોરેશન ના વ્યવસાય કરતા તરુણ ભાઈ પટેલે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તેઓએ 10 તારીખે તેઓના સુર નગર સોસાયટીમાં આવેલા ગોડાઉન વિસનગર લીક રોડ પર પેટ્રોલ પપ પાસે પાર્ક કર્યું હતું.સવારે કામ કરતો વ્યક્તિ ગાડી લેવા ગયો એ દરમિયાન ગાડી જોવા ન મળતા ફરિયાદીને સમગ્ર મામલે જાણ કરી હતી ફરિયાદી ઘટના સ્થળે આવી પોતના સ્ટાફ સાથે મળી ગાડીની તપાસ આદરી હતી જોકે ગાડી ક્યાંય મળી નહોતી.

બાદમાં ફરિયાદી એ મહેસાણા હેડક્વાર્ટર માં આવેલ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ માં cctv ફૂટેજ તપાસ કરતા જાણવા મળ્યું કે રાત્રે 3 કલાકે અજાણ્યા કોઈ ઈસમો ફરિયાદીનું પીક અપ ડાલું ચોરીને વિસનગર બાસણા બાજુ ફરાર થયા હતા તેમજ બાસણા થઈ પિલુંદરા સુધી ગાડી જતી જોવા મળી હતી.જેથી ફરિયાદીએ GJ2AT3599 પીક અપ ડાલા ચોરી મામલે સીટીઝન પોર્ટલ મારફતે ફરિયાદ દાખલ કરાવી હતી તેમજ પોલીસે આ મામલે વધુ તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...