કાર્યવાહી:કડી ગાંધીચોકમાંથી 4.84 લાખનો દારૂ ભરેલું પીકઅપ ડાલુ ઝડપાયું

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોલીસને ગેરમાર્ગે દોરવા પીકઅપ ડાલાને ખોટી નંબર પ્લેટ લગાવી
  • LCBએ રાજસ્થાનના શખ્સને 8.91 લાખના મુદ્દામાલ સાથે પકડ્યો

કડીના ગાંધી ચોકમાંથી 4.84 લાખની કિંમતની 4092 નંગ વિદેશી દારૂની બોટલો ભરેલા પીકઅપ ડાલાને એલસીબીએ ઝડપી લીધુ હતુ. રાજસ્થાનના જાલોરનાં શખ્સની ધરપકડ કરીને 8.91 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. એલસીબી પીઆઈ એ.એમ.વાળા, પીએસઆઈ એસ.બી.ઝાલા તેમજ સ્ટાફના માણસો કડી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમીના આધારે ગાંધીચોકની પાછળ પીકઅપ ડાલાને ઉભુ રખાવી ચેક કરતાં તેમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો.

તેથી પોલીસે ચાલકની ધરપકડ કરીને 4,84,800 ની કિંમતની રૂપિયા 4 લાખની કિંમતનું પીકઅપ ડાલુ, રોકડ 1200, રૂ 5 હજારની કિંમતનો મોબાઈલ મળીને કુલ 8,91,000નો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસને ગેરમાર્ગે દોરવા પીકઅપ ડાલાના ચાલકે ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનુંબહાર આવ્યુ હતુ.

આરોપીઓના નામ
1.રબારી મનોજ રામાભાઈ રહે.પાંચલા, તા.સાંચોર, જિ.જાલોર (રાજ.)
2.મહોબતસિંહ રાવ (બારોટ) રહે.સાંચોર, રાજસ્થાન (વોન્ટેડ)
3.મનોજભાઈ રહે.સાંચોર (રાજસ્થાન) (વોન્ટેડ)
4.વિજય ઉર્ફે વિજુ ઉર્ફે વિનોદ મુરલીધર સિંધી રહે.વડોદરા

અન્ય સમાચારો પણ છે...