લોટની આડમાં દારૂની હેરાફેરી:મહેસાણાના ફતેપુરા પાસેથી 556 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો, 6 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

મહેસાણા19 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે ફતેપુરા સર્કલ પાસેથી નંબર પ્લેટ વગરનું એક પિક અપ ડાલું ઝડપી લીધું હતું. જેમાં તપાસ કરતા વિદેશી દારૂ મળી આવ્યો હતો.Lcb ટીમે કુલ 6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ આદરી હતી.

ફતેપુરા સર્કલ પાસેથી ડાલું ઝડપાયું
મહેસાણા એલસીબી સ્ટાફને બાતમી મળી હતી કે, ઊંઝા તરફથી એક નંબર પ્લેટ વગરનું બોલેરો પીકઅપ ડાલું મહેસાણા થઈ નંદાસણ તરફ જનાર છે.જે બોલેરો પીકઅપ ડાલામાં લોટના કટ્ટાની નીચે વિદેશી દારૂ રાખી લઇ જવાઈ રહ્યો છે.બાતમી મળતા મહેસાણા એલસીબી ટીમ ફતેપુરા સર્કલ પર વોચમાં હતી.આ દરમિયાન ડાલું ત્યાં આવતા જ પોલીસે ઝડપી લીધું હતું બાદમાં તપાસ દરમિયાન લોટના કટ્ટા નીચેથી દારૂની બોટલો મળી આવી હતી જ્યાં 556 બોટલ કિંમત 1 લાખ 60 હજાર 684 અને પીક અપ ડાલું મળી કુલ 6 લાખ 70 હજાર 684નો મુદ્દામાલ સપ્ત કરી સેલારામ લસારામ દેવાસી નામના આરોપીને ઝડપયો હતો તેમજ અર્જુન ચૌધરી અને દીનેસ ચૌધરીને ઝડપવા તજવીજ આદરી છે.

ચૂંટણી દરમિયાન ચેકિંગ હોવા છતાં ઊંઝા થઈ મહેસાણા દારૂ પહોંચ્યો
મહેસાણા જિલ્લામાં ચૂંટણી દરમિયાન અલગ અલગ જગ્યાઓ પર ચેકિંગ પોઇન્ટ શરૂ કરવામાં આવ્યા છે.જ્યાં જેતે ડિવિઝનના પોલીસ કર્મીઓ અને તંત્રના ચૂંટણીમાં સ્ટેન્ડ બાય કરેલા અધિકારીઓ પણ હાલમાં તમામ ચેકપોસ્ટ પર ગાડીઓના નંબરો લખ્યા બાદ જિલ્લામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.તેમ છતાં દારૂ ભરેલું વાહન ઘૂસી જતા ચેકિંગને લઈ સવાલો ઉઠ્યા છે.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...